________________
nિgણાવી
૭૦ ત્યારપછી તે સ્વમલક્ષણપાઠકે સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી એ હકીકત સાંભળીને સમજીને રાજી રાજી થયા અને તેમનું હૃદય પણ પ્રફુલ્લ બન્યું. તેઓએ એ સ્વમોને પ્રથમ તો સાધારણપણે સમજી લીધાં. પછી તેઓ તેમના વિશે વિશેષ વિચાર કરવા લાગ્યા, એમ કરીને તેઓ પરસ્પર એક બીજા એ વિશે વાતચીત કરવા લાગ્યાએક બીજાને મત પૂછવા જાણવા લાગ્યા. એમ કર્યા પછી તેઓ તે સ્વમોને અર્થ પામી ગયા, તે રવપ્નને અર્થ તેઓ એક બીજા જાણી ગયા, એ વિશે એક બીજાએ પરરપર પૂછી લીધું, નિશ્ચય ઉપર આવી ગયા અને તે બધા એ રવમો વિશે એક મત થઈ પાકો નિશ્ચય ઉપર આવી ગયા. પછી તેઓ સિદ્ધાર્થ રાજની સામે સ્વપ્ન શાસ્ત્રનાં પ્રમાણભૂત વચને બોલતા બોલતા સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહેવા લાગ્યા:
૭૧ હે દેવાનુપ્રિય ! ખરેખર એમ છે કે અમારાં સ્વપ્નશાસ્ત્રમાં બેંતાળીશ રવર્તે કહેલાં છે, તથા ત્રીશ મટાં સ્વપ્ના કહેલાં છે, એમ બધાં મળીને બહોતેર સ્વપ્ન જણાવેલાં છે. તેમાંથી હે દેવાનુપ્રિય ! અરહંતની માતાઓ અને ચક્રવર્તીની માતાઓ જ્યારે અરહંત ગર્ભમાં આવેલા હોય છે અને ચક્રવર્તી ગર્ભમાં આવેલા હોય છે ત્યારે એ ત્રીશ મેટાં સ્વપ્નમાંથી આ ચૌદ મેટાં સ્વપ્નને જોઈને જાગી જાય છે. તે જેમ કે, પહેલે હાથી અને બીજો વૃષભ વગેરે.
૭૨ વાસુદેવની માતાઓ વળી જ્યારે વાસુદેવ ગર્ભમાં આવેલ હોય છે ત્યારે
ક્ષદ્વિત્રિશુ0)
aોલ્ફિી! '
સં, ના. રૂ, વિ. બારસો સૂત્ર-૮૬
n
o n international