________________
આરાધીને અને ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુપાલન કરીને કેટલાક શ્રમણ નિર્ગથી તે જ ભવમાં સિદ્ધ થાય છે. બુદ્ધ થાય છે. મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વદુ:ખના અંતને કરે છે. બીજા કેટલાક બીજ ભવમાં સિદ્ધ થાય છે યાવતું સર્વ દુ:ખના અંતને કરે છે. બીજા કેટલાક ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે. યાવત સર્વ દુ:ખના અંતને કરે છે. વળી તે રીતે સ્થવિરકલ્પને આચરનારા સાત કે આઠ ભવથી આગળ ભમતા નથી અથત એટલા ભવની અંદર સિદ્ધ થાય છે યાવત સર્વદુ:ખના અંતને કરે છે.
ર૯૧ તે કાલે તે સમયે રાજગૃહ નગરમાં ગુણશિલક ચેત્યમાં ઘણા શ્રમણાની. ઘણી શ્રમણીઓની, ઘણા શ્રાવકની, ઘણી શ્રાવિકાઓની. ઘણા દેવાની અને ઘણી દેવીઓની વચ્ચે વચ્ચે જ બેઠેલા શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે, એ પ્રમાણે ભાખે છે. એ પ્રમાણે જણાવે છે, એ પ્રમાણે પ્રરૂપણા કરે છે અને પજોસવણાકપુ-પામનાને આચાર–ક્ષમાપ્રધાન-આચાર–નામના અધ્યયનને અર્થ સાથે, હેતુ સાથે, કારણુ સાથે, સૂત્ર સાથે, અર્થ સાથે, સૂત્ર તથા અર્થ બન્ને સાથે અને સ્પષ્ટીકરણ-વિવેચન-સાથે વારંવાર દેખાડે છે-સમજાવે છે. એમ હું કહું છું.
પજેસવણાકપુ (ને અનુવાદ) સમાપ્ત થયે. આઠમું અધ્યયન સમાપ્ત થયું.
સં. ના, ૩વિ. all dબારસસૂત્ર-૨૫૩
2113