________________
||ATTRIB
સં. ના. રૂ. વિ. Main Eisucato શ્વાસ,સૂત્ર-૨૪૧
૧ કાળા રંગનાં સૂક્ષ્મ પ્રાણા, ૨ નીલા રગનાં સૂક્ષ્મ પ્રાણા, ૩ રાતા રંગનાં સૂક્ષ્મ પ્રાણા, ૪ પીળા રંગનાં સૂક્ષ્મ પ્રાણા, ૫ ધેાળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો. અનુહરી કુંથુઆ-ગ્રંથવા નામનું સૂક્ષ્મ પ્રાણી છે, જે સ્થિર હોય—ચાલતુ ન હોય તેા છદ્મસ્થ નિગ્રંથા કે નિત્ર થીઆની નજરમાં જલદી આવી શકતું નથી, જે સ્થિર ન હોય—ચાલતું હોય તેા છદ્મસ્થ નિગ્રંથોની કે નિગ્રંથીઓની નજરમાં જલદી આવી શકે છે માટે છદ્મસ્થ નિર્થે કે નિર્ગથીએ વારંવાર વારંવાર જેને જાણવાની છે, જેવાની છે અને સાવધાનતાથી કાળજીપૂર્વક પડિલેહવાની—સંભાળવાની છે. એ પ્રાણસૂક્ષ્મની સમજુતી
થઈ ગઈ.
૨૬૭ પ્ર-હવે તે પનકસૂક્ષ્મ શું કહેવાય ?
ઉ—ઝીણામાં ઝીણી નરી આંખે ન દેખી શકાય તેવી ફૂગી એ પનકસૂક્ષ્મ. પનકસૂક્ષ્મના પાંચ પ્રકાર જણાવેલા છે, તે જેમકે: ૧ કાળી પનક, ૨ નીલી પનક, ૩ રાતી પનક, ૪ પીળી પનક, ૫ ધાળી પનક. પનક એટલે લીલફૂલ-ફૂગી–સેવાળ. વસ્તુ ઊપર જે ફૂગી ઝીણામાં ઝીણી આંખે ન દેખી શકાય તેવી વળે છે તે, વસ્તુની સાથે ભળી જતા એકસરખા રંગની હોય છે એમ જણાવેલું છે. છદ્મસ્થ નિગ્રંથે કે નિગ્ર થીએ જેને વારંવાર જાણવાની છે, જેવાની છે અને યાવત ડિલેહવાની છે. એ પનકસૂક્ષ્મની સમજુતી થઇ ગઈ.
For Personal & Private Use Only
૨૨૪૧ ૦૩