________________
ર૬૮ પ્રવહેવે બીજસૂક્ષ્મ શું કહેવાય ?
ઉ- બીજ એટલે બી. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું બી, એ બીજસૂક્ષ્મ, એ બીજસૂક્ષ્મ પાંચ પ્રકારનું જણાવેલું છે. તે જેમકે; ૧ કાળું બીજસક્સ, ૨ નીલું બીજસૂક્ષ્મ, ૩ રાતું બીજસૂમ, ૪ પીળું બીજસૂક્ષ્મ, ૫ ધોળું બીજસૂક્ષ્મ. નાનામાં નાની કણી સમાન રંગવાળું બીજસુક્ષ્મ જણાવેલું છે. અર્થાત જે રંગની અનાજની કણી હોય છે તે જ રંગનું બીજસૂક્ષ્મ હોય છે, છમરથ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને વારંવાર વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ બીજસૂક્રમની સમજુતી થઈ ગઈ.
ર૬૯ પ્રક-હવે તે હરિતસૂક્ષ્મ શું કહેવાય? | ઉ હરિત એટલે તાજું નવું ઉગેલું, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું હરિત, એ હરિતક્રમ. એ હરિતસુમ પાંચ પ્રકારનું જણાવેલું છે. તે જેમકે; ૧ કાળું હરિતક્રમ, ૨ નીલું હરિતસૂક્ષ્મ, ૩ રાતું હરિતસૂક્ષ્મ, ૪ પીળું હરિતસુક્ષ્મ, ૫ ધોળું હરિતસૂક્ષ્મ. એ હરિતસૂક્ષ્મ જે જમીન ઉપર ઉગે છે તે જમીનને જેવો રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું હોય છે એમ જણાવેલું છે. છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને વારંવાર વારંવાર જાણવાનું હોય છે, જેવાનું હોય છે અને પડિલેહવાનું હોય છે. એ હરિતક્રમની સમજુતી થઈ ગઈ.
સં. ના, રૂ. વિ. બારસાસૂત્ર-૨૪૨
૨ ૪૨
Jain Education International