________________
ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણુિને. ગણધરને, ગણાવરછેદકને અથવા જે કોઈને પ્રમુખ કરીને વિહરતા હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ને ખપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવરછેદકને અથવા જે કોઈને પ્રમુખ માનીને વિહરતા હોય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે, ભિક્ષ તેમને આ રીતે પૂછે : “હે ભગવનું ! તમારી સમ્મતિ પામેલ છતે હું ગૃહપતિના કુલ ભણી આહાર સારુ અથવા પાણી સાર નીકળવા ઈચ્છું છું.’ આમ પૂછયા પછી જે તેઓ સમ્મતિ આપે તે એ રીતે ભિક્ષને ગૃહસ્થના કુલ ભણી આહાર માટે કે પાણી માટે નીકળવું અથવા પેસવું ખપે અને જો તેઓ તેને સમ્મતિ ન આપે તે ભિક્ષને આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવું અથવા પેસવું ને ખપે.
પ્ર-હે ભગવનું તે એમ કેમ કહો છો ?
ઉદ-સમ્મતિ આપવામાં કે ન આપવામાં આચાર્યો પ્રત્યાયને એટલે વિપ્નને -આફતને જાણતા હોય છે.
- ર૭પ એ જ પ્રમાણે વિહારભૂમિ તરફ જવા સારુ અથવા વિચારભૂમિ તરફ જવા સારુ અથવા બીજું જે કાંઈ પ્રયોજન પડે તે સારા અથવા એક ગામથી બીજે ગામ જવા સાર એ બધી પ્રવૃત્તિઓ માટે ઉપર પ્રમાણે જાણવું.
:
:
સં. ના. ૩. વિ. બોરસાસૂત્ર-૨૪૫
indoction in
Fat Personal
Day