________________
एकाद्योतको
રાજયથી, રાષ્ટ્રથી, સેનાથી. વાહનથી, ભંડારોથી, કોઠારોથી, નથી, અંત:પુરથી જનપદથી અને જશકીર્તિથી વધવા લાગ્યું તેમ જ વિપુલ–બહોળાં ધન–ગેકુળ વગેરે, કનક, રતન, મણિ, મોતી, દક્ષિણાવર્તશેખ, રાજપટ્ટો-શિલા, પવાળાં, રાતાં રતન-માણેક એવાં ખરેખર સાચુકલાં ધન વગેરે એ જ્ઞાતકુળમાં વધવા લાગ્યાં અને જ્ઞાતકુળમાં પરપુર પ્રીતિ આદર સત્કાર પણ ઘણો ઘણો ખુબ વધવા માંડયો..
૮૬ ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરના માતાપિતાના મનમાં આ આ પ્રકારે વિચાર ચિતવન અભિલાષપ મને ગત સંક૯પ આવ્યો કે, જ્યારથી અમારો આ દીકરો ફખમાં ગર્ભપણે આવેલ છે ત્યારથી અમે હિરણ્ય-ચાંદી–થી વધિયે છિયે. સેનાથી વધિયે છિયે. એ જ રીતે ધનથી, ધાન્યથી, રાજયથી, રાષ્ટ્રથી, સેનાથી. વાહનથી, ધનભંડારેથી, કોઠારથી, પુરથી. અંત:પુરથી. જનપદથી તથા જશકીર્તિથી વધિયે છિયે તથા બહોળાં ધન, કનક, રતન. મણિ, મેતી, શંખ, શિલા, પરવાળાં અને માણેક વગેરે ખરેખરુ સાચું ધન અમારે ત્યાં વધવા માંડયું છે તથા અમારા આખા જ્ઞાતકુળમાં પરસ્પર એક બીજામાં પ્રીતિ ખુબ ખુબ વધી ગઈ છે અને એક બીજા તરફનો આદર સત્કાર પણ ભારે વધવા લાગે છે તેથી જ અમારો આ દીકરો જનમ લેશે ત્યારે અમે આ દીકરાનું એ બધી વૃદ્ધિને મળતું આવે એવું, એના ગુણોને અનુસરતું,એના ગુણેથી ઉપજાવેલું એવું નામ વર્ધમાન (વર્ધમાન એટલે વધતા વધતા)રાખીશું.
સં. ના. રૂ. વિ. બોરસાસૂત્ર-૫