________________
रोमालीय
વિમાનિક દેએ તીર્થકરને જન્માભિષેક મહિમા કર્યા પછી, સવારના પહોરમાં નગરના રખેવાળાને લાવે છે, નગરના રખેવાળાને બોલાવીને તે આ પ્રમાણે બેલ્યો :
૯૭ તરત જ હે દેવાનુપ્રિયે ! કુડપુર નગરની જેલને સાફ કરી નાખે એટલે તમામ બંદીવાનને છોડી મૂકી જેલને ખાલીખમ ચોકખી કરી નાખે, જેલને સાફ કર્યા પછી તોલમાપને-માપાં અને તોલાને-વધારી ઘ, તોલમાપને વધાર્યા પછી કુડપુર નગરમાં અંદર અને બહાર પાણી છંટાવો, સાફ કરાવો અને લિંપાવો–ગુંપા, કુડપુર નગરના સિંગોડાના ઘાટના રસ્તાઓમાં, તરભેટાઓમાં, ચારરસ્તાઓમાં ચારે બાજુ ખુલ્લાં દેવળોમાં, ધોરી માર્ગોમાં અને બીજા અવરજવરના રસ્તાઓમાં તમામ ઠેકાણે પાણી છંટાવો, ચોકખું કરાવો અને જ્યાં ત્યાં તમામ શેરીઓમાં તથા તમામ બજારોમાં પાણી છંટાવો, સાફસૂફ કરાવો, તે તમામ ઠેકાણે જોવા આવનારા લોકોને બેસવા માટે ઉપરાઉપર માંચડા બંધાવો, વિવિધ રંગથી સુશોભિત ધજા અને પતાકાઓ. બંધાવો, આખા નગરને લિપાવો, ધોળાવો અને સુશોભિત બનાવો. નગરનાં ઘરોની ભત ઉપર ગશીર્ષ ચંદનના, સરસ રાતા ચંદનના તથા દર્દર ચંદનના પાંચ આંગળી ઉઠેલી દેખાય એવા થાપા લગાડા, ઘરની અંદર ચેકમાં ચંદનના કળશ મુકાવો, બારણે બારણે ચંદનના ઘડા લટકાવેલાં સરસ તેરણા બંધાવો, જયાં ત્યાં શોભે એ રીતે જમીનને અડે એવી લાંબી લાંબી ગાળ માળાઓ લટકાવે, પાંચ રંગનાં સુંદર
સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૦૯
Jain Education
Penal
USD