________________
D222/IT/
લીધે નિર્વાણુને માર્ગ એટલે સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ રત્નત્રય વિશેષ પુષ્ટ બને છે અર્થાતું મુક્તિફળનો લાભ તદ્દન પાસે આવતે જન્ય છે, તે તે તમામ ગુણો દ્વારા આત્માને ભાવિત કરતા ભગવાન રહે છે અને એ રીતે વિહરતાં તેમનાં બાર વરસ વીતી જાય છે. અને તેરમા વરસને વચગાળાને ભાગ એટલે ભર ઉનાળાને બીજો મહિને અને તેને ચા પક્ષ ચાલે છે, તે ચોથો પક્ષ એટલે વૈશાખ માસને શુકલ પક્ષ, તે વૈશાખ માસના શુકલ પક્ષની દશમીને દિવસે જયારે છીયા પૂર્વ તરફ ઢળતી હતી, પાછલી પરષી બરાબર પૂરી થઈ હતી, સુવ્રત નામને દિવસ હતો. વિજય નામનું મુહર્ત હતું ત્યારે ભગવાન જંભિક–જંભિયા-ગ્રામ નગરની બહાર સજુવાલિકા નદીને કાંઠે એક ખંડેર જેવા જુના ચૈત્યની બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એ રીતે શ્યામા નામના ગૃહપતિના ખેતરમાં શાળના વૃક્ષની નીચે ગદહાસને ઊભડક બેસીને ધ્યાનમાં રહેલા હતા. ત્યાં એ રીતે ધ્યાનમાં રહેતા તપ અને આતાપના દ્વારા તપ કરતા ભગવાને છ ટંક ભજન અને પાણી નહીં લેવાને છને તપ કરેલો હતો. હવે બરાબર જે વખતે ઉત્તરાફાગુની નક્ષત્રને વેગ થયેલો હતો તે વખતે એ રીતે ધ્યાનમાં મગ્ન રહેતા ભગવાન મહાવીરને અંતવગરનું, ઉત્તમ રૂમ, વ્યાધાત વગરનું, આવરણ વિનાનું, સમગ્ર અને સર્વ પ્રકારે પરિપૂર્ણ એવું કેવળવર જ્ઞાન અને કેવળવર દર્શન પ્રગટયું.
સં. ના, રૂ. વિ. બારસાસુત્ર-૧૪૪
૧૪૬
Jain Education n
ational
Far
P
al
Use Only
www. no