________________
સં. ના. રૂ. વિ.
આરસાસૂત્ર–૧૭૭
Jain Education International
નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુકિ લાચ કરે છે, લાચ કરીને પાણી વગરના છભક્ત કરવા સાથે તેમણે ચિત્રા નક્ષત્રના બેગ આવતાં એક દેવદૃષ્ય લઈને બીજા હજારો પુરુષોની સાથે મુંડ થઈ ને ઘરવાસમાંથી નીકળીને અનગાર દશાને સ્વીકારી.
૧૬૫ અરહત અરિષ્ટનેમિએ ચાપન રાતવિસ ધ્યાનમાં રહેતાં તેમણે હમેશાં શરીર તરફના લક્ષ્યને તજી દીધેલ હતું અને શારીરિક વાસનાઓને છેાડી દીધેલ હતી ઇત્યાદિ બધું જેમ આગળ આવ્યું છે તેમ અહીં સમજવાનું છે યાવતુ અરહત અરિષ્ટનેમિને એ રીતે ધ્યાનમાં રહેતાં પંચાવનમા રાતિદવસ આવી પહોંચ્યા. જ્યારે તે એ રીતે પંચાવનમા રાતદિવસની મધ્યમાં વર્તતા હતા ત્યારે જે તે વર્ષાઋતુના ત્રીજો માસ, પાંચમા પક્ષ એટલે આસો માસના ૧૦ દિ પક્ષ અને તે આસા વ॰ દિ પુત્તરમીના—અમાવાસ્યાના પક્ષે દિવસના પાછલા ભાગમાં ઉજ્જિતશૈલ શિખર ઉપર નેતરના ઝાડની નીચે પાણી વગરના અક્રમભક્તનું તેમણે તપ તપેલું હતું, બરાબર એ સમયે ચિત્રા નક્ષત્રના યોગ આવતાં ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું યાવત્ ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. હવે તે સમરત દ્રવ્યો અને તેમના તમામ પર્યાયાને જાણતા દેખતા વિહરે છે.
૧૬૬ અરહત અરિષ્ટનેમિને અઢાર ગણા અને અઢાર ગણધરો હતા. અરહત અરિષ્ટનેમિના સમુદાયમાં વરદત્ત વગેરે અઢાર હજાર શ્રમણાની ઉત્કૃષ્ટ
For Personal & Private Use Dray
G
૧૭૭ www.dimaatry aff