________________
યાવત્ અરહત અરિષ્ટનેમિ પછી આઠમા યુગપુરષ સુધી નિર્વાણુનો માર્ગ ચાલુ હત–એ તેમની યુગઅંતક્તભૂમિ હતી. અહત અરિષ્ટનેમિને કેવળજ્ઞાન થયે બે વર્ષ વીત્યાં પછી ગમે તે કોઈએ દુ:ખનો અંત કર્યો અર્થાત તેમને કેવળી થયે બે વર્ષ પછી નિર્વાણને માર્ગ ચાલુ થયે. - ૧૬૮ તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ ત્રણસે' વરસ સુધી કુમારવાસમાં રહ્યા, ચપન રાતદિવસ છદ્મસ્થ પર્યાયમાં રહ્યા, તદ્દન પૂરાં નહીં–થોડાં ઓછાં સાત વરસ સુધી કેવળિની દશામાં રહ્યા-એમ એકંદર તેઓ પૂરેપૂરાં સાતસે વરસ સુધી શ્રામગૃપર્યાયને પામીને અને સરવાળે તેઓ પોતાનું એક હજાર વરસસુધીનું સર્વ આયુષ્ય પામીને વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ એ ચારે કર્મો તદ્દન ક્ષીણ થઈ ગયા પછી અને આ દુ:ષમાસુષમા નામની અવસર્પિણી ઘણી વીતી ગયા પછી
જ્યારે જે તે ગ્રીષ્મસ્તુનો ચોથે માસ આઠમે પક્ષ એટલે અષાડ શુડ દિ૦ નો પક્ષ આવ્યા ત્યારે તે અષાડશુદ્ધની આઠમના પક્ષે ઉજતશૈલ શિખર ઊપર તેમણે બીજા પાંચસેને છત્રીશ અનગારો સાથે પાણી વગરનું માસિકભક્ત તપ તપ્યું, તે સમયે ચિત્રાનક્ષત્રને જોગ થતાં રાતને પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતા હતા તે સમયેમધરાતે નિષદ્યામાં રહેલા અર્થાતુ બેઠાબેઠા અહિત અરિષ્ટનેમિ કાલગત થયા યાવતું સર્વ દુ:ખાથી તદ્દન છૂટા થયા.
સં. ના. ૩. વિ બોરસાસૂત્ર-૧૮૨
૧૮૨