________________
પછી દૂધ વગેરેને આપનારો તેને કહે કે હે ભગવંત ! ‘હ–બસ’ એમ કેમ કહો છો ? પછી લેનારે ભિક્ષુ કહે કે માંદાને માટે આટલાનું પ્રયોજન છે. એમ કહેતા ભિક્ષને દૂધ વગેરેને આપનાર ગૃહસ્થ કદાચ કહે કે હે આર્ય ! તું લઈ જા. પછી તું ખાજે અથવા પીજે. એ રીતે વાતચીત થઈ હોય તો તેને વધારે લેવું ખપે. તે લેવા જનારને માંદાની નિશ્રાથી એટલે માંદાને બાને વધારે લેવું ન ખપે.
૨૩૯ વર્ષાવાસ રહેલા વિરોએ તથા પ્રકારનાં કુલે કરેલાં હોય છે; જે કુલ પ્રીતિપાત્ર હોય છે, સ્થિરતાવાળાં હોય છે, વિશ્વાસપાત્ર હોય છે, સમ્મત હોય છે, બહુમત હોય છે અને અનુમતિવાળાં હોય છે, તે કુલોમાં જઈને જોઈતી વસ્તુ નહીં જોઈને તેમને એમ બોલવું ને ખપે: હે આયુષ્મત ! આ અથવા આ તારે ત્યાં છે?
પ્રવહે ભગવંત ! ‘તેમને એમ બેલિવું ને ખપે’ એમ શા માટે કહે છે ?
ઉ૦–એમ કહેવાથી શ્રદ્ધાવાળા ગૃહસ્થ તે વસ્તુને નવી ગ્રહણ કરે-ખરીદે અથવા એ વસ્તુને ચેરી પણ લાવે.
૨૪૦ વર્ષાવાસ રહેલા નિત્યભેજી ભિક્ષને ગોચરીના સમયે આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થનાં કુલ તરફ એકવાર નીકળવું ખપે અથવા તે તરફ એકવાર પેસવું ખપે, પણ સરત એ કે, જે આચાર્યની સેવાનું કારણ ન હોય, ઉપાધ્યાયની સેવાનું કારણું ન હોય, તપરવીની કે માંદાની સેવાનું કારણ ન હોય અને જેમને
સં. ના. રૃ. વિ. ખીરસાસૂત્ર-૨૩૧
૨૧