________________
નહીં ગળેલું નહીં, તે પણ પરિમિત-માપસર, અપરિમિત નહીં, તે પણ જોઈએ તેટલું પૂરું, ઊણુએછું નહીં. - ૨૫૧ વર્ષાવાસ રહેલા, ગણેલી દત્તિ પ્રમાણે આહાર લેનાર ભિક્ષને ભજનની પાંચ દત્તિઓ અને પાણીની પાંચ દક્તિએ લેવી ખપે અથવા ભેજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ લઈ શકાય અથવા ભેજનની પાંચ દત્તિઓ અને પાણીની ચાર દક્તિએ લઈ શકાય. મીઠાની કણી જેટલું પણ જો આસ્વાદન લેવાય તો તે પણ દત્તિ લીધી ગણાય. આવી દત્તિ સ્વીકાર્યા પછી તે દિવસે તે ભિક્ષએ તે જ ભેજનથી ચલાવીને રહેવું ખપે, તે ભિક્ષને ફરીવાર પણ ગૃહપતિના કુલ તરફ ભેજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે અથવા ગૃહપતિના કુલમાં પેસવું ન ખપે.
ઉપર વર્ષાવાસ રહેલા, નિષિદ્ધધરને ત્યાગ કરનારાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને ઉપાશ્રયથી માંડી સાત ઘર સુધીમાં જ્યાં સંખડિ થતી હોય ત્યાં જવું ન ખપે. કેટલાક એમ કહે છે કે ઉપાશ્રયથી માંડીને આગળ આવેલાં ઘરોમાં જ્યાં સંખડિ થતી હોય ત્યાં નિષિદ્ધધરને ત્યાગ કરનારાં નિગ્રંથ કે નિર્ચથીઓને જવું ન ખપે કેટલાક વળી એમ કહે છે કે ઉપાશ્રયથી માંડીને પરંપરાએ આવતાં ઘરોમાં જયાં સંખંડિ થતી હોય ત્યાં નિષિદ્ધધરને ત્યાગ કરનારાં નિર્ચને કે નિગ્રંથીઓને જવું ન ખપે.
સં. ના. રૂ. વિ. બારસ સૂત્ર-૨૩૪
lain dition in mata
FU