________________
છે. “હે ભગવંત! તું દેજે તે તેમને એમ દેવાનું ખપે, તેમને પોતાનું લેવાનું ને ખપે. - ૨૩૫ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય
છે. “હે ભગવંત ! તું લેજે તે તેમને એમ લેવાનું ખપે, તેમને પોતાને દેવાનું ન ખપે. - ૨૩૬ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. “હે ભગવંતા તું દેજે’ ‘હે ભગવંત! તું લેજે તે તેમને એમ દેવાનું પણ ખપે અને લેવાનું પણ ખપે.
૨૩૭ વર્ષાવાસ રહેલાં નિગ્રંથ કે નિગ્રંથીઓ હૃષ્ટપુષ્ટ હોય, આરોગ્યવાળાં હોય. બલવાન દેહવાળાં હોય તે તેમને આ નવ રસવિકૃતિઓ વારંવાર ખાવી ન ખપે. તે જેમકે; ૧ ક્ષીર—દૂધ, ૨ દહીં, ૩ માખણ, ૪ ધી, પ તેલ, ૬ ગોળ, છ મધ, ૮ મ–દાર, ૯ માંસ.
૨૩૮ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય છે. “હે ભગવંત ! માંદા માટે પ્રયોજન છે?” અને તે બેલે–પ્રયોજન છે. પછી માંદાને પૂછવું જોઈએ કે કેટલા દૂધ વગેરનું પ્રયોજન છે ? અને દૂધ વગેરનું પ્રમાણ માંદા પાસેથી જાણી લીધા પછી તે બોલે-આટલા પ્રમાણમાં માંદાને દૂધ વગેરેનું પ્રયોજન છે. માંદે તેને જે પ્રમાણ-માપ–કહે તે પ્રમાણે લાવવું જોઈએ અને પછી લેવા જનારે વિનતિ કરે, અને વિનંતિ કરતા તે દૂધ વગેરેને પ્રાપ્ત કરે, હવે જ્યારે તે દૂધ વગેરે પ્રમાણસર મળી જાય ત્યારે હર્ષ–થયું, સર્યું –બસ’ એમ તેણે કહેવું જોઈએ.
GIT
સં. ના. રૂ. વિ. બારસોસૂત્ર-૨૩૦
ર