________________
૧૮ર અરહત સુવિધિને યાવતું સર્વદુ:ખાથી તદ્દન રહિત થયાને દસ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે. તેમ જાણવું, તે આ પ્રમાણે છે. અર્થાતુ એ દસ ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીસ હજાર અને ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને તે પછી નવર્સે વરસ વીતી ગયા ઈત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું. - ૧૮૩ અરહત ચંદ્રપ્રભુને યાવતું સર્વદુ:ખેથી તદ્ન છૂટા થયાને એક સો ક્રીડ સાગરોપમ એટલે સમય પસાર થઈ ગયા. બાકી બધું જેમ શીતળ અહત વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણે: અર્થાતુ એ સે ક્રોડ સાગરોપમમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી નવસે વરસ વીતી ગયાં ઇત્યાદિ બધું ઊપર કહ્યા પ્રમાણે જાણવું.
૧૮૪ અરહત સુપાર્શ્વને યાવત્ સર્વદુ:ખથી તદ્દન હીણા થયાને એક હજાર કેડ સાગરોપમ જેટલો સમય વીતી ગયે, બાકી બધું જેમ શીતળ વિશે કહ્યું છે તેમ જાણવું, તે આ પ્રમાણેઃ અર્થાત એ એક હજાર કરોડ સાગરોપમમાંથી બેંતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ બાદ કરતાં જે સમય આવે છે તે સમયે
સં. ની. રૂ. વિ. બારસાસ્ત્ર- ૧૮૬
Jain Education International
Farmonal
Day
કે
આ