________________
શ્રાવણમાહનાના શુદ્ધ પક્ષ આવ્યા તે સમયે તે શ્રાવણશુદ્ધ પાંચમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા. યાવતું મધરાતે ચિત્રા નક્ષત્રનો જોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક અરહત અરિષ્ટનેમિને જનમ આપ્યું. જનમની હકીકતમાં પિતા તરીકે ‘સમદ્રવિજય”ના પાઠ સાથે યાવતુ આ કુમારનું નામ ‘અરિષ્ટનેમિ’ કુમાર થાઓ ઈત્યાદિ બધું સમજવું.
૧૬૪ અરહત અરિષ્ટનેમિ દક્ષ હતા યાવત્ તેઓ ત્રણસેં વરસ સુધી કુમાર અવસ્થામાં ઘરવાસ વચ્ચે વસ્યા. ત્યાર પછી વળી જેમને કહેવાને આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તેમને કહ્યું ઇત્યાદિ બધું જેમ આગળ આવી ગયું છે તેમ કહેવું યાવતું ‘ભાગના હકદારોમાં દાનને વહેંચી આપીને ત્યાં સુધી.
- જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજો પક્ષ એટલે શ્રાવણને શુદ્ધ પક્ષ આવ્યો અને તે શ્રાવણ શુદ્ધની છના પક્ષે દિવસને ચડતે પહોરે જેમની વાટની પાછળ પાછળ દેવ માન અને અસુરોની મંડળી ચાલી રહી છે એવા અરિષ્ટનેમિ ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને યાવત દ્વારિકા નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ રેવતક નામનું ઉદ્યાન છે ત્યાં જ આવે છે. ત્યાં આવીને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે. ઊભી રખાવીને તેઓ શિબિકા–પાલખીમાંથી ઊતરે છે, ઊતરીને પોતાની મેળે જ આભરણ માળાઓ અને અલંકારોને નીચે મૂકે છે,
2001
સં. ના. રૂ. વિ.
an Ease બારસસૂત્ર-૧૭૬
Farmonal
Usuly
www.
rary om