________________
અરહત અરિષ્ટનેમિયા ૧૬૧ તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ પાંચ ચિત્રાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગોમાં ચિત્રા નક્ષત્ર આવેલું હતું. તે જેમકે; અરહત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ઈત્યાદિ બધી વક્તવ્યતાની માંડણી ચિત્રા નક્ષત્રના પાઠ સાથે પૂર્વ પ્રમાણે સમજવી યાવત તેઓ ચિત્રા નક્ષત્રમાં પરિનિર્વાણને પામ્યા.
૧૬ર તે કાલે તે સમયે અરહત અરિષ્ટનેમિ, જે તે વર્ષાઋતુને ચોથો માસ, સાતમે પક્ષ અને કાર્તિક મહિનાને વ૦ દિવ ને સમય આવ્યો ત્યારે તે કાર્તિક ૧૦ દિવ બારશના પક્ષમાં બત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનમાંથી તરત જ ચવીને અહીં જ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં સરિયપુર નામના નગરમાં સમુદ્રવિજય રાજાની ભારજા શિવાદેવીની કુક્ષિમાં રાતને પૂર્વભાગ અને પાછલો ભાગ ભેગા થતા હતા એ સમયે-મધરાતે ચિત્રા નક્ષત્રને જોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. ઈત્યાદિ બધું આગળ શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવેલા સ્વપ્નદર્શન અને ધનની વૃષ્ટિ વગેરેને લગતા પાઠ સાથે તે જ રીતે અહીં કહેવું.
૧૬૩ તે કાલે તે સમયે જે તે વર્ષાઋતુને પ્રથમ માસ, બીજો પક્ષ અને
સં. ના. ૩. વિ. બારસાસૂત્ર-૧૭૩
I 1
ષ
Para
Use Only
Main Education International