________________
અને વાણિયા ગામમાં ભગવાન બાર વાર ચોમાસું રહેવા આવ્યા હતા, રાજગૃહનગરમાં અને તેની બહારના નાલંદા પાડામાં ભગવાન ચૌદવાર ચેમાસું રહેવા આવ્યા હતા. મિથિલા નગરીમાં ભગવાન છ વાર ચોમાસું રહેવા આવ્યા હતા. દિયા નગરીમાં બે વાર, આલંભિકા નગરીમાં એક વાર, સાવOી નગરીમાં એકવાર, પ્રણીતભૂમિમાં એટલે વજાભૂમિ નામના અનાર્ય દેશમાં એક વાર ભગવાન ચોમાસું રહેવા આવ્યા હતા અને તદ્દન છેલ્લું માસું રહેવા ભગવાન મધ્યમા પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મજણી કામદારોની કચેરીવાળી જગ્યામાં આવ્યા હતા. | ૧૨૩ ભગવાન જ્યારે છેલ્લું ચોમાસું રહેવા ત્યાં મધ્યમાં પાવા નગરીમાં હસ્તિપાલ રાજાની મજણી કામદારોની કચેરીવાળી જગ્યામાં આવેલા ત્યારે તે ચોમાસાની વર્ષાઋતુને ચોથો મહિનો અને સાતમા પક્ષ ચાલતો હતો. સામે પક્ષ એટલે કાર્તિક માસને વ૦ દિવ પક્ષ, તે કાર્તિક માસના વે૦ દિવ પખવાડિયાની પંદરમી તિથિ એટલે અમાસ આવી અને ભગવાનની તે છેલ્લી રાત હતી. તે રાતે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા-દુનિયા છોડીને ચાલ્યા ગયા, ફરીવાર જનમ ન લેવો પડે એ રીતે ચાલ્યા ગયા, તેમનાં જનમ જરા મરણનાં તમામ બંધને છેદાઈ ગયાં અર્થાત ભગવાન સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુક્ત થયા, દુ:ખના અંતક્તનાશ કરનારાન્થયા, પરિનિર્વાણ પામ્યા અને તેમનાં દુઃખો હીણાં થઈ ગયાં-ચાલ્યાં ગયાં.
આ
હું
1)
સં. ના, રૂ, વિ. રસાસૂત્ર-૧૪૭
lain Education
Farmonal
Use Only