________________
नारामंमलीना
1200
સેં. ના. રૂ. વિ.
આરસાદ-૧૧૨
Jain Education Internationa
ઘણાં વાહનો સાથે, મોટા સમુદાય સાથે અને એક સાથે વાગતાં અનેક વાઆના અવાજ સાથે એટલે કે શંખ, માટીના ઢાલ, ભેરી, ઝાલર, ખરમુખી, હુક, ઢોલકું, મૃગ અને દુંદુભી વગેરે વાજાંઓના અવાજ સાથે દસ દિવસ સુધી પોતાની કુળમર્યાદા પ્રમાણે ઉત્સવ કરે છે, એ ઉત્સવ દરમ્યાન નગરમાં દાણુ લેવાનું બંધ કરવામાં આવ્યું છે, કર લેવાના છેાડી દેવામાં આવ્યા છે, જેને જે જોઈએ તે કિંમત વગર ગમે તે દુકાનેથી મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખરીદવા વેચવાનું બંધ કરવામાં આવ્યું છે. કોઈ પણ જગ્યાએ જપ્તી કરનારા રાજપુરુષાના પ્રવેશ અટકાવી દેવામાં આવ્યા છે. રાજા તમામ લોકોનું દેવું ચૂકવી આપે છે તેથી કોઈને દેવું કરવાની જરૂર ન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે, એ ઉત્સવમાં અનેક અપિરિમત પદાર્થો ભેગા કરવામાં આવ્યા છે. એવા એ ઉત્કૃષ્ટ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. તથા એ ઉત્સવ દરમ્યાન કાઇના થોડા કે વધુ દંડ કરવામાં આવતા નથી. અને જ્યાં ત્યાં ઉત્તમ ગણિકા અને નાટકીયાના નાચ ચાલુ કરવામાં આવ્યા છે તથા જ્યાં ત્યાં અનેક તમાસા ગાઠવવામાં આવ્યા છે અને મૃદંગાને નિરંતર વગાડવામાં આવે છે. એ ઉત્સવ દરમ્યાન માળાને તાજી કરમાયા વિનાની રાખવામાં આવી છે. અને નગરના તેમજ દેશના તમામ માણસાને પ્રમુદિત કરવામાં આવ્યા છે. અને તે દશેક વિસ રમતગમતમાં ગુલતાન રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
For Pemonal & Private Use Only
'रोमंमलीना।
મોહન
૧૧૨
www.janesbrary.org