________________
૬૭ બહાર નીકળીને તેઓ ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરની વચ્ચે વચ્ચે થતા જયાં સિદ્ધાર્થ રાજાના ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે, ત્યાં આવીને તેઓ બધા ભેગા થાય છે, તેઓ બધા ભેગા થઈ ગયા પછી ત્યાં બહારની બેઠક છે અને
જ્યાં સિદ્ધાર્થ ક્ષત્રિય છે ત્યાં તેઓ આવે છે, તેઓ ત્યાં આવીને પોતપોતાના બન્ને હાથ જોડી અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને ‘જય થાઓ વિજય થાઓ’ એમ બેલીને વધાવે છે.
૬૮ ત્યારપછી સિદ્ધાર્થ રાજાએ તે સ્વમલક્ષણપાઠકેને વંદન કર્યું. તેમનાં પૂજન સત્કાર અને સમાન કર્યા પછી તેઓ તેમને માટે અગાઉથી ગોઠવી રાખેલાં એક એક ભદ્રાસનમાં બેસી જાય છે.
૬૯ પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પડદામાં બેસાડે છે, બેસાડીને હાથમાં ફૂલફળ લઇને વિશેષ વિત્ય સાથે તે સ્વમલક્ષણપાઠકને સિદ્ધાર્થ ક્ષત્રિયે આ પ્રમાણે કહ્યું: ' હે દેવાનુપ્રિયે ! ખરેખર એમ છે કે આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ બિછાનોમાં સૂતી જાગતી ઉધતી ઉંધી પડેલી હતી તે વખતે આ પ્રકારનાં ઉદારમોટાં ચૌદ મહાવપ્નને જોઈને તે જાગી ગઈ. તે જેમકે; હાથી, વૃષભ વગેરેનાં સ્વમો હતાં. તો હે દેવાનુપ્રિયો ! એ ઉદાર ચૌદ મહાસ્વપ્નનું હું માનું છું કે કોઈ વિશેષ પ્રકારનું ફળ થવું જોઈએ.
હaalg8
સ, ના. રૂ. વિ. બારસાસ્ત્ર- ૮૫