________________
1/
ત્યાં આવીને સિંધાસણ ઉપર પૂર્વદિશામાં મુખ રહે એ રીતે બેઠે, બેસીને પાતાથી ઉત્તરપૂર્વના દિશાભાગમાં એટલે ઇશાન ખૂણામાં તેણે ધોળાં કપડાંથી ઢંકાયેલાં તથા જેમની ઉપર સરસવ વેરીને માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસન મંડાવ્યાં, એમ આઠ ભદ્રાસન મંડાવીને પછી વળી. પોતાથી બહુ દૂર તેમ બહુ નજિક નહીં એમ વિવિધ મણિ અને રત્નોથી ભરેલો ભારે દેખાવડો મહામૂલો, ઉત્તમનગરમાં બનેલા અથવા ઉત્તમ વીંટણીમાંથી બહાર નીકળેલો, પારદર્શક-આરપાર દેખાય એવા આછી કપડામાંથી નીપજાવેલ. સેંકડો ભાતવાળા, વિવિધ ચિત્રવાળા એટલે વૃક બળદ ઘેડ પુષ મગર પક્ષી સાપ કિનર વિશેષ પ્રકારનો મૃગ અષ્ટાપદ ચમરી ગાય હાથી વનલતા અને કમળવેલ વગેરેની ભાતવાળાં ચિત્રોવાળો એવો બેઠકની અંદર એક પડદે તણાવે છે, એવો પડદે તણાવીને પડદાની અંદર વિવિધ મણિ અને રત્નોથી જડેલું ભાતવાળું અદ્ભુત, તકિય અને સુંવાળી કોમળ ગાદીવાળું ધળા કપડાંથી ઢાંકેલું, ઘણું કમળ, શરીરને સુખકારી સ્પર્શવાળું ઉત્તમ પ્રકારનું એક ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મંડાવે છે. - ૬૪ એવું ભદ્રાસન મંડાવીને તે સિદ્ધાર્થ ક્ષત્રિય કૌટુંબિક પુરુષને બોલાવે છે, કૌટુંબિક પુરુષને બોલાવીને તે આ પ્રમાણે બેલ્યો : હે દેવાનુપ્રિયે ! તમે તરત જ જાઓ અને જેઓ અષ્ટાંગમહાનિમિત્તનાં શાસ્ત્રોના અર્થના પારગામી છે, વિવિધ
Rપી રહ્યા છે
સં. ના. રૂ. વિ. બા રસાસુત્ર-૮૩
monal
C3w
ay.com