________________
|
हमको एमा
સં. ના. રૂ. વિ. 25 આરસાસૂત્ર-૭૩
એ પ્રમાણે સ્વપ્નાના અર્થને સારી રીતે સ્વીકારીને સિદ્ધાર્થ રાજાની રજા લઇ તે વિવિધ પ્રકારનાં જડેલાં મણિ અને રત્નાની ભાતવાળા અદ્દભુત ભદ્રાસન ઉપરથી ઊભી થાય છે, ઊભી થઈને ધીમે ધીમે અચલપણું, ઉતાવળ વગરની, વિલંબ કર્યા વગરની રાજહંસની જેવી ચાલથી ચાલતી એવી તે ત્રિશલા ક્ષત્રિયાણી જ્યાં પોતાનું બિછાનું છે ત્યાં આવી પહોંચે છે, ત્યાં આવી તે એમ કહેવા લાગી :
પ૭ મને આવેલાં તે ઉત્તમ પ્રધાન મંગલરૂપ મહાસ્વપ્ના, બીજાં પાપસ્વપ્ના આવી જવાને લીધે નિષ્ફળ ન બને માટે મારે જાગતું રહેવું જોઈએ એમ કરીને તે દેવ અને ગુરુજનને લગતી પ્રશંસાપાત્ર મગલરૂપ ધાર્મિક અને સરસ વાતા વડે પોતાનાં એ મહાસ્વપ્નાની સાચવણ માટે જાગતી જાગતી રહેવા લાગી છે,
૫૮ ત્યાર બાદ સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાતના સમયમાં પોતાના કોટુંબિક પુરુષોને સાદ દે છે, પાતાના કૌટુંબિક પુરૂષાને સાદ દઇ તે આ પ્રમાણે ખેલ્યા : હે દેવાનુપ્રિયે ! આજે બહારની આપણી બેઠકને વિશેષ રીતે જલદી સજાવવાની છે એટલે કે તેમાં સુગંધી પાણી છાંટવાનું છે, બરાબર સાફ કરીને તેને લિંપવાની છે, ત્યાં ઉત્તમ સુગંધવાળાં પાંચ પ્રકારનાં પુષ્પો વેરવાનાં છે, કાળા અગર, ઉત્તમ કિંદરું અને તુર્કી ધૂપ સળગાવી તે આખી બેઠક મધમધતી કરવાની છે તથા ઊંચે જતા સુગંધને લીધે તેને સુંદર બનાવવાની છે, જ્યાં ત્યાં સુગંધવાળાં ઉત્તમ ચૂર્ણ છાંટી
For Personal & Private Ume Desy
દસા
दमक/
wwwBZitrary.org