________________
સમુદાય વડે તે શોભીતી લાગે છે. તેનાં લોચન કમળ જેવાં નિર્મળ વિશાળ અને રમણીય છે એવી, કાંતિને લીધે ઝગારા મારતા બન્ને હાથમાં કમળા રાખેલાં છે અને કમળામાંથી મકરંદનાં પાણીનાં ટીપાં ટપકયાં કરે છે એવી, ગરમી લાગે છે માટે નહીં પણ માત્ર માજને ખાતર વીંજાતા પંખાવડે શોભતી એવી, એકદમ છૂટા છૂટી ગૂંચ વિનાના, કાળા, ઘટ્ટ, ઝીણા–સૂવાળા અને લાંબાવાળ વાળા અને કેશકલાપ છે એવી. પદ્મદ્રહના કમળ ઉપર નિવાસ કરતી અને હિમવંત પર્વતના શિખર ઉપર દિગ્ગજોની વિશાળ અને પુષ્ટ સૂઢમાંથી નીકળતા પાણી વડે જેણીનો અભિષેક થયા કરે છે એવી ભગવતી લક્ષ્મીદેવીને ત્રિશલા રાણી ચોથે રમે જુએ છે. ૪ - ૩૮ પછી વળી, પાંચમે સ્વસે આકાશમાંથી નીચે પડતી માળાને જુએ છે. મંદારનાં તાજં ફૂલો ગુંથેલાં હોઇને એ માળા સુંદર લાગે છે, એમાં ચંપે, આસપાલવ, પુનાગ, નાગકેસર, પ્રિયંગુ, સરસડા, મોગરો, મલ્લિકા, જાઈ. જૂઈ. અકેલ, કૂજે, કેટકપત્ર, મ–ડમરો, નવમાલિકા, બકુલ, તિલક, વાસંતીવેલ. સૂર્યવિકાસી કમળા, ચંદ્રવિકાસી કમળો, પાટલ, કુંદ, અતિમુક્તક, સહકાર -આંબે એ બધાં કેટલાંક વૃક્ષે અને કેટલીક વેલડી-લતા-ઓ તથા કેટલાક ગુરછાઓનાં ફૂલો ગુંથીને એ માળા બનેલી હોવાથી ઘણી જ સુગંધવાળી છે તથા એ માળાની અને પમ મનોહર સુગંધને લીધે દશે દિશાઓ મહેક મહેક થઈ રહી છે, વળી, એ માળામાં તમામ ઋતુમાં ખિલતાં
સં. ના. રૂ. વિ. ચાલકાકા રસસૂત્ર-૫૧
Farmonal
Un