________________
(अका
રવાને સાધારણ રીતે યાદ કરે છે, એ રીતે બરાબર યાદ કરીને પોતાની પથારીમાંથી ઊભાં થાય છે, ઊભાં થઈને પગ મૂકવાના પાદપીઠ—પાવઠી-ઊપર ઊતરે છે, ત્યાં ઊતરીને ધીમેધીમે અચપલપણે વેગ વગરની અને વિલંબ ન થાય એવી રાજહંસ સમાન ગતિએ ચાલતાં જ્યાં ક્ષત્રિય સિદ્ધાર્થનું શયન છે અને જયાં ક્ષત્રિયસિદ્ધાર્થ છે ત્યાં આવી પહોંચ્યાં, આવીને તે પ્રકારની કાનને મીઠી લાગે તેવી, પ્રીતિ પેદા કરે તેવી, મનને ગમે તેવી, મનને પસંદ પડે તેવી, ઉદાર, કલ્યાણરૂપ, શિવ–શાંતિ-કરનારી, ધન્યરૂપ, મંગલ કરનારી એવી સોહામણી રૂડી રૂડી તથા હૃદયંગમ, હૃદયને આલ્હાદ કરે તેવી, પ્રમાણસર મધુર અને મંજુલ ભાષાવડે વાતચિત કરતાં કરતાં તેઓ ક્ષત્રિય સિદ્ધાર્થને જગાડે છે.
- ૫૦ ત્યાર પછી, ક્ષત્રિય સિદ્ધાર્થની અનુમતિ પામેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારનાં મણિ અને રત્નને જડીને ભાતીગળ બનાવેલા-ચિત્રવાળા ભદ્રાસનમાં બેસે છે. બેસીને વિસામે લઈ સેંભરહિત બની સુખાસનમાં સારી રીતે બેઠેલાં તે ક્ષત્રિયાણી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રત્યે તે તે પ્રકારની ઈષ્ટ યાવતું મધુર ભાષાવડે વાત કરતાં કરતાં આ પ્રમાણે બાલ્યાં :
૫૧ ખરેખર એમ છે કે હે સ્વામી ! આજે હું તેવા પ્રકારના ઉત્તમ બિછાનામાં સૂતીજાગતી પડી હતી, તેવામાં ચૌદ સ્વપ્નને જોઈને જાગી ગઈ તે ચૌદ રવમો હાથી
હરરર/al
સં. ના. રૂ. વિ. બારસસૂત્ર-૬૬
lain d
an
tanat
Form