________________
પથારીમાં પડી હતી. જે પથારી ઉપર સૂનારના આખા શરીરના માપનું ઓશીકું મૂકી રાખેલ હતું. બન્ને બાજુએ–માથા તરફ અને પગ તરફ-પણુ ઓશીકાં ગોઠવેલાં હતાં, એ પથારી બન્ને બાજુથી ઉંચી હતી અને વચ્ચે નમેલી તથા ઊંડી હતી; વળી, ગંગા નદીના કાંઠાની રેતી પગ મૂકતા જેમ સુંવાળી લાગે એવી એ પથારી સુંવાળી હતી. એ પથારી ઉપર ધાએલો એ અળસીના કપડાનો ઓછોડ બીછાવેલ હતા. એમાં રજ ન પડે માટે આખી પથારી ઉપર એક મોટું કપડું ઢાંકેલું હતું. મરછરે ન આવે માટે તેની ઉપર રાતા કપડાની મરછરદાની બાંધેલી હતી. એવી એ સુંદર, કમાવેલું ચામડું, રૂનાં પુંભડાં, બૂરની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ એ તમામ સુંવાળી વસ્તુઓની જેવી સુંવાળી તથા સેજ–પથારી સજવાની કળાના નિયમ પ્રમાણે પથારીની આસપાસ અને ઉપર પણ સુગંધી ફૂલો, સુગંધી ચૂણો વેરેલાં હોવાથી સુગંધિત બનેલી તે પથારીમાં પડેલી સૂતીજાગતી અને ઉધતી ઉધતી ત્રિશલા ક્ષત્રિયાણી આગલી રાતને અંત આવતાં અને પાછલી રાતની શરૂઆત થતાં બરાબર મધરાતે. આ એ પ્રકારનાં ઉદાર ચૌદ મહારમોને જોઈને જાગી ગઈ. તે ચૌદ મહારવમો આ પ્રમાણે છે: ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિહ, ૪ અભિષેક, પ માળા, ૬ ચંદ્ર ૭ સૂર્ય ૮ ધ્વજ, ૯ કુંભ૧૦ પદ્મોથી ભરેલું સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ વિમાન કે ભવન, ૧૩ રતનના ઢગલો અને ૧૪ અગ્નિ
By:
1
સં, ના. રૂ. વિ. an aans બોરસાસૂત્ર-૪૪
Puma
Day