________________
* તીક
વૃષભ વગેરે ઉપર પ્રમાણેની ગાથામાં કહેલાં છે. - ૩૩ હવે જે રાત્રે શ્રમણુ ભગવંતુ મહાવીરને જાલંધર નેત્રવાળી દેવાનંદા માહણીની કૂખમાંથી ઉપાડીને વાસિષ્ઠ નેત્રવાળી ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવવામાં આવ્યા તે રાત્રે તે ત્રિશલા ક્ષત્રિયાણી પોતાના તે તેવા પ્રકારના વાસઘરમાંરહેલી હતી; જે વાસઘર – સૂવાને એરડો-અંદરથી ચિત્રામણવાળું હતું, બહારથી ધોળેલું, ઘસીને ચકચક્તિ કરેલું અને સુંવાળું બનાવેલું હતું તથા એમાં ઊંચે ઉપરના ભાગની છતમાં ભાતભાતનાં ચિત્ર દોરેલાં હતાં, ત્યાં મણિ અને રતનના દીવાને લીધે અંધારું નાસી ગુએલું હતું, એ વાસઘરની નીચેની ફરસબંધી તદ્દન સરખી હતી અને તે ઊપર વિવિધ પ્રકારના સાથિયા વગેરે કરીને તેને વધુ સુંદર બનાવવામાં આવેલી હતી. ત્યાં પાંચે રંગનાં સુંદર સુગંધી ફૂલો જ્યાં ત્યાં વેરીને તે ઓરડાને સુગંધિત બનાવેલો હતો, કાળા અગર, ઉત્તમ કુંદર, તુરકીધૂપ વગેરે વિવિધ પ્રકારના ધૂપ ત્યાં સળગતા રહેતા હોવાથી એ ઓરડો મધમધી રહ્યો હતો અને તે ધૂપોમાંથી પ્રગટ થતી સુગંધીને લીધે તે ઓરડો સુંદર બનેલો હતો, બીજા પણ સુગંધી પદાર્થો ત્યાં રાખેલા હોવાથી તે, સુગંધ સુગંધ થઈ રહ્યો હતો અને જાણે કે કોઈ ગંધની વાટની પેઠે અતિશય મહેકી રહ્યો હતો.
તે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ સુશોભિત ઓરડામાં તે તેવા પ્રકારની
સં. ના. રૂ. વિ. ખાસસૂત્ર-૪૩
Female Oy