________________
शरादिणी
म्या श्रतिशय
સં. ના. રૂ. વિ. બારસાસૂત્ર-૨૪
Jain Education International
હૈ દેવાનુપ્રિય ! મેં તમારા એ વચનને સાંભળતાં જ સ્વીકારેલું પ્રમાણભૂત માનેલ છે, હે દેવાનુપ્રિય! એ તમારું વચન મેં ઇચ્છેલ છે અને મને માન્ય પણ છે, હે દેવાનુપ્રિય ! જે એ હકીકત તમે કહો છે. તે એ સાચી જ હકીકત છે, એમ કહીને તે સ્વપ્નાનાં કલાને એ દેવાનંદા માહણી બરાબર સ્વીકારે છે, તે સ્વપ્નાનાં ફૂલોને બરાબર સ્વીકારીને એટલે એ સ્વપ્નાનાં ફૂલોને બરાબર જાણીસમજી રિષભદત્ત માહની સાથે ઉદાર-વિશાલ એવાં માનવાચિત અને ભાગવવા યેાગ્ય ભાગાને ભાગવતી તે દેવાનંદા માહણી રહે છે.
૧૩ હવે તે કાલે તે સમયે શક્ર, દેવાના ઇંદ્ર દેવાના રાજા, વજ્રપાણિ-હાથમાં વજને રાખનારો અસુરોના પુરાના-નગરોના નાશ–કરનાર—પુરંદર, સા ક્રતુ-પ્રતિમાકરનાર-શતક્રતુ, હજાર આંખવાળા સહસ્રાક્ષ, મોટા મોટા મેધાને તાબે રાખનાર-મઘવા, પાક નામના અસુરને સજા કરનાર-પાકશાસન, દક્ષિણ બાજુના અડધા લોકના માલિકદક્ષિણાર્ધલાકાધિપતિ બત્રીશ લાખ વિમાનાના સ્વામી, અને એરાવણ હાથીના વાહન ઉપર બેસનાર એવા સુરેન્દ્ર પાતાના સ્થાનમાં બેઠેલા હતા
એ સુરેન્દે રજ વગરનાં અંબર-ગગન-જેવાં ચાકખાં વસ્ત્રો પહેરેલાં, યથોચિત રીતે માળા અને મુકુટ પહેરેલાં, એણે પહેરેલાં સાનાનાં નવાં, સુંદર, અચંબા પમાડે એવાં અથવા ચિત્રામણવાળી કારીગરીવાળાં, અને વારેવારે હાલતાં બે કુંડલાને
For Personal & Private Use Doly
नाटकते 22
MO
*
writtsby T