________________
૨૧ હે દેવાનુપ્રિય ! એમ ખરેખર છે કે આજ લગી એ થયું નથી, એ થવાં યોગ્ય નથી અને હવે પછી એ થવાનું નથી કે અરહંત, ભગવત ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ, વાસુદેવ રાજાએ અંત્યકુલમાં, અધમકુલેમાં કંજુસનાં કુલેમાં. દળદરિયાં કુલમાં, તુચ્છ કુલામાં કે ભિખારીનાં કુલેમાં આજલગી કોઇવાર આવેલા નથી, વર્તમાનમાં આવતા નથી અને હવે પછી કઈવાર આવનારા નથી. ખરેખર એમ છે કે, અરહંત ભગવંતો, ચક્રવર્તી રાજાઓ, બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ, ઉગ્રવંશનાં કુલોમાં ભેગવંશનાં કુલામાં, રાજન્યવંશનાં કુલોમાં, શીતવંશનાં કુલમાં,ક્ષત્રિયવંશનાં કુલેમાં, ઇવાકુવંશનાં કે હરિવંશનાં કુલોમાં કે બીજાં કોઈ તેવા પ્રકારનાં વિશુદ્ધ જાતિ વિશુદ્ધ કુલ અને વિશુક્રવંશમાં આજલગી આવેલા છે, વર્તમાનમાં આવે છે અને હવે પછી પણું તેઓ ઉત્તમકુલમાં આવવાના છે. - રર વળી, એ પણ લોકોને અચરજમાં નાખી દે એવો બનાવ, અનંત
અવસર્પિણીઓ અને ઉત્સર્પિણીઓ વીતી ગયા પછી બની આવે છે કે જ્યારે નામગાત્ર કમનો ક્ષય નહીં થયો હોય, એ કર્મ પૂરેપૂરું ભગવાઈ ગએલું ન હોય અને ભગવાયું ન હોવાથી જ એ કર્મ આત્મા ઉપરથી ખરી પડેલું ન હોય એટલે કે અરહંત ભગવત વગેરેને એ કર્મને ઉદય આવેલ હોય ત્યારે અરહંત ભગવંતો કે ચક્રવર્તી રાજાઓ કે બલદેવ રાજાઓ કે વાસુદેવ રાજાઓ અંત્યકુલોમાં કે હલકાં કુલેમાં
સં. ના. ૩. વિ. બોરસસૂત્ર૩૨
Jain
on