________________
GિE
ELLI
૨૦ તો થઇ ગએલા, વર્તમાન સમયના અને હવે પછી થનારા તમામ દેવેંદ્ર દેવરાજ શક્રાના એ આચાર છે કે અરહંત ભગવંતને તેવા પ્રકારનાં અંતકુલોમાંથી કે અધમકલામાંથી કે તુચ્છકુલોમાંથી કે દળદરિયા કુલેમાંથી કે ભિખારીનાં કુલોમાંથી કે કંજૂસનાં કુલોમાંથી ખસેડીને ઉગ્રવંશનાં કુલોમાં કે ભેગવંશનાં કુલામાં કે રાજન્યવંશનાં કુલોમાં કે જ્ઞાતવંશનાં કુલોમાં કે ક્ષત્રિયવંશનાં કુલામાં કે હરિવંશનાં કુલેમાં વિશુદ્ધ જાતિ કુલ અને વંશનાં તેવા પ્રકારનાં કઈ બીજાં ઉત્તમ કુલોમાં ફેરવી નાખવા ઘટે.
મારે સારુ ખરેખર શ્રેયકર પ્રવૃત્તિ છે કે, આગળના તીર્થકરોએ જેમના થવાની સૂચના આપેલી છે એવા છેલા તીર્થંકર શ્રમણ ભગવંત મહાવીરને માહેણુકુંડગ્રામ નામના નગરમાંથી કાંડાલગોત્રના માહણ રિષભદત્તની ભારજા-પત્ની જાલંધરગાત્રની માહણી દેવાનંદાની કૂખમાંથી ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નામના નગરમાં રહેતા જ્ઞાત નામના ક્ષત્રિયોના વંશમાં થએલા કાશ્યપગેત્રવાળા સિદ્ધાર્થ ક્ષત્રિયની ભારજા વાસિષ્ઠગોત્રની ક્ષત્રિયાણી ત્રિશલાની કૂખમાં ગર્ભપણે સ્થાપિત કરવા ઘટે, અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભ છે તેને પણ જાલંધરગોત્રની દેવાનંદા માહણીની કુખમાં ગર્ભપણે સ્થાપિત કરવો ઘટે એમ કરીને એમ વિચારે છે, એમ વિચારીને પાયદળસેનાના સેનાપતિ હરિણગમસિ નામના દેવને સાદ દે છે, હરિણમેસિ નામના દેવને સાદ દઈ તેને એ ઇન્દ્ર આ પ્રમાણે કહ્યું:
જE
સં. ના. રૂ. વિ. an બીરસાસુત્ર-૩૧
a Pale Use