Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રાયણ જાણવું. દસથી અધિક અંક લબ્ધ હોતા નથી. કારણ કે પાંચ વર્ષ પ્રમાણુવાળા યુગમાં એક ચોવીસન પર્વો હોય છે, આ પ્રમાણે પહેલાં કહ્યું છે, તથા સર્વની અંતના પર્વની ગણિત પ્રક્રિયા પણ અહીંયા બતાવી છે. અહીંયાં એકસો ચાશીથી ભાગ કેવી રીતે કરવા? આ જીજ્ઞાની નિવૃત્તિ માટે કહે છે. અહીંયાંસૂર્યના મંડળજ્ઞાનનું ગણિત કહે. છે. સૂર્યમંડળ એક માશી સંખ્યાત્મક છે, એ કારણથી એકચ્યાશીથી ભાગ કરવામાં આવે છે. અમાસની રાત્રી સંબંધી રીતે કહી જ દીધેલ છે, બાસઠ પ્રમાણ રાત્રીમાં એક અહોરાત્રને ક્ષય થાય છે, અહીંયાં આ ચાલુ ગણિતમાં તે દસ અયન લબ્ધ થાય છે. તથા એક બાકી રહે છે, દસમું અયન યુગના અંતમાં ઉત્તરાયણ આવે છે. આ રીતે ઉત્તરાયણના અંતમાં સર્વાત્યંતર નામના પહેલા મંડળમાં એક ચોવીસમું પર્વ સમાપ્ત થાય છે.
હવે કયું પર્વ કયા સૂર્ય નક્ષત્રમાં સમાપ્ત થાય છે એ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે કહે છે. આ વિષયમાં પણ પૂર્વાચાર્યોએ જે કરણગાથા કહી છે તે જ અહીં કહેવામાં આવે છે. (રવીનર ૨ ઉમi) ઇત્યાદિ અહીંયાં આ ત્રણ ગાથાઓની કમાનુસારની વ્યાખ્યા
રાશિક વિધિથી પ્રમાણ, ઈછા, અને ફલ, આ રીતે ત્રણ રાશિ થાય છે, તેમાં પહેલી પ્રમાણ રાશિ બીજી ફલરાશી મધ્યમાં તથા અંતમાં ઈચ્છારાશિ આ રીતે સ્થાપનાનો કમ છે, મધ્ય અને અન્તરાશિને ડિને પહેલાં પ્રથમ રાશિથી ભાગ કરે તે મધ્યરીતનું ફલ લબ્ધ થાય છે. ગણિત ક્રમમાં એક એવીસને પ્રમાણરાશિ કરીને પાંચ પર્યાયને ફલ કરવું તેમ કરીને ઈચ્છા પર્વથી ગુણાકાર કરે ગુણાકાર કરીને પહેલી રાશિથી કે જે એક ચોવીસ રૂપ છે, તેનાથી ભાગ કરે તેનાથી જે લબ્ધ થાય તે પર્યાય શુદ્ધ સમજ (૧) જે શેષ રહે તેને અઢારસો ત્રીસ ૧૮૩૦થી ગુણાકાર કરવા ગુણાકાર કરવાથી સત્યાવીસ અઠ્યાવીસ ર૭૨૮ શુદ્ધ થાય છે. તેનાથી પુષ્ય નક્ષત્ર રોધિત થાય છે. (૨) પુષ્ય નક્ષત્ર શુદ્ધ થઈ જવાથી સડસઠિયા બાસઠથી ગુણાકાર કરે ગુણાકાર કરવાથી જે આવે તેનાથી ભાગ કરે તો જે ભાગ ફલ આવે એટલા નક્ષત્ર શુદ્ધ થાય છે તેમ સમજવું. તથા ભાગ કરવાથી જે શેષ વધે તે સૂર્ય નક્ષત્ર હોય છે. કે જ્યાં વિવક્ષિન પર્વ સમાપ્ત થાય છે. આ રીતે આ ત્રણ કરણ ગાથાને અક્ષરાર્થ કહેલ છે. - હવે તેના ગણિત કમથી ભાવમાં બતાવવામાં આવે છે. જે એક ચોવીસ પર્વથી પાંચ સૂર્ય નક્ષત્રના પર્યાય લભ્ય થય તો એક પર્વથી કેટલા લભ્ય થઈ શકે? તે જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી જોઈએ જેમકે- અહી અત્યની રાશિ જે એક છે તેને મધ્યની રાશિથી ગુણાકાર કરે તો એજ પાંચ આવે છે. કારણ કે એકથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૫
Go To INDEX