Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બધ પ્રાપ્ત કરે છે. અર્થાત્ જેઓને જાતિ મરણ વિગેરેથી સ્વયમેવ બોધ પ્રાપ્ત થઈ જાય છે.
સ્વયં બદ્ધ બે પ્રકારના છે–તીર્થકર અને તીર્થકર ભિન્ન, તીર્થર, તે તીર્થકર સિદ્ધની કટિમાં સંમિલિત છે. તેથી અહીં તીર્થકર ભિન્ન સ્વયં બુદ્ધજ સમજવા જોઈએ.
નન્દી સૂત્રની ચૂર્ણિમાં કહ્યું છે કે સ્વયં બુદ્ધ બે પ્રકારના છે–તીર્થકર અને તીર્થકરથી જુદા. અત્રે તીર્થકર ભિન્નનું જ ગ્રહણ કરવું જોઈએ. અને પ્રત્યેક બુદ્ધ તેઓ કહેવાય છે કે જેઓ વૃષભ આદિ કોઈ પણ બાહ્ય નિમિત્તથી બેધ પ્રાપ્ત કરે છે.
સાંભળવામાં આવે છે કે કરકÇ વિગેરેને બાહ્ય નિમિત્તથી બોધિ પ્રાપ્ત થઈ હતી. આ પ્રત્યેક બુદ્ધ, બોધિ પ્રાપ્ત કરીને એકાકી વિચરે છે, ગ૭ સમૂહમાં રહેતા નથી.
નન્દી અધ્યયનની ચૂર્ણિમાં કહ્યું છે–પ્રત્યેક વૃષભ આદિ બહાનિમિત્તને જોઈને જેઓ બુદ્ધ થયા તે પ્રત્યેક બુદ્ધ. તેઓ નિમિત્તથી પ્રત્યેક અર્થાત્ એકલાજ વિચરે છે, એ કારણે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે
સ્વયં બુદ્ધોની ઉપધિ—પાત્રાદિના ભેદે બાર પ્રકારની હોય છે અને પ્રત્યેક બની જઘન્ય તથા ઉત્કૃષ્ટના ભેદથી બે પ્રકારની થાય છે, જઘન્યથી બે પ્રકારની અને ઉત્કૃષ્ટથી નવ પ્રકારની થાય છે. પરતું તેમાં પ્રાવરણ અર્થાત્ વસ્ત્રો હોતા નથી.
કહ્યું પણ છે–પ્રત્યેક બુદ્ધ ઓછામાં ઓછી બે પ્રકારની અને વધારમાં વધારે નવ પ્રકારની ઉપાધિ રાખે છે. પરંતુ નિયમથી વસ્ત્ર રહિત જ હોય છે.
સ્વયં બુદ્ધોનું પૂર્વાધીત (પૂર્વજન્મનું ભણેલું) શ્રત હોય છે. અગર તે નથી પણ હતું. અગર હોય છે તે તેમને દેવતા લિંગ પ્રદાન કરી દે છે. અથવા તેઓ ગુરૂની સમીપ જઈને મુનિલિંગ અંગીકાર કરે છે અગર તેઓ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૫૯