Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાસી દેવેના સાત કરોડ બેતેર લાખ ભવન છે, એવું મેં અને અન્ય સર્વ તીર્થકરોએ કહ્યું છે. તે ભવનોના વર્ણન આ રીતે છે–ભવનવાસી દેવોના ભવન બહારથી ગોળાકાર છે, અંદરથી ચરસ છે અને નીચે કમળની કણિકા જેવાં છે. તે ભવનની ચારે બાજુએ ખાઈએ અને પરિખાઓ છે જેનું અત્તર સ્પષ્ટ છે અને જે વિસ્તીર્ણ છે. તે એટલી ઊંડી છે કે તેના મધ્યભાગને પણ પત્તો લાગતો નથી. અહીં પરિખા અને ખાત (ખાઈ) એ બબ્બે શબ્દોને પ્રયાગ કર્યો છે. બન્નેમાં ડું અન્તર હેાય છે પરિખા ઉપરથી પહોળી અને નીચેથી સાંકડી હોય છે. જ્યારે ખાતનો વિસ્તાર ઉપર નીચે સમાન હોય છે. આ ભવનેના પ્રાકારેની ઉપર અટારિયો, કપાટ, તેરણ અને દ્વાર બનેલા હોય છે. પ્રાકારના ઉપર વિશેષ પ્રકારના ભિત્યાશ્રય જે બનેલાં હોય છે. તેમને અદ્રાલ કહે છે અને અટારીત શબ્દથી જ પ્રસિદ્ધ છે. ફાટક-મોટા દરવાજાની બાજુમાં જે નાનું દ્વાર હોય છે. તેમને અહીં તોરણ શબ્દથી કહેલ છે.
તે ભવન યંત્ર, શતદનીઓ (૫) મૂસલે, અને મુસુંઢી નામક શસ્ત્રોથી યુક્ત છે. ત્યાં વિવિધ જાતના યંત્ર છે. મહાનયષ્ટિ (લાકડી) અથવા શિલાને શતની કહે છે. જે એક વાર પડવાથી સેંકડો પુરૂષનો સંહાર કરે છે. ભાષામાં તેને તપ કહે છે. મુસલ પ્રસિદ્ધ છે. અને મુસંઢી એક જાતનું શસ્ત્ર છે. આ શસ્ત્રોથી યુક્ત હોવાને કારણે તે ભવન અયોધ્ય છે કે શત્રુ યુદ્ધ નથી કરી શકતા અને તેથી તેઓ સદા જયવન્ત છે. તેઓ યોદ્ધાઓ અને શસ્ત્રાસ્ત્રોથી પરિવૃત હોવાને લીધે સદૈવ એટલા સુરક્ષિત રહે છે કે શત્રુઓને ત્યાં જરા પણ પ્રવેશ થઈ શકતો નથી. તેમાં અડતાલીસ કેડા (ઓરડા) હોય છે જેમાં વિશિષ્ટ તાઓથી ભરેલા હોય છે અને સ્વયમ જ રચાયેલા છે. તેમાં અડતાલીસ વનમાળાઓ બનેલી હોય છે. તેઓ પરકૃત ઉપદ્રવ વગરના હોય છે. સદા મંગળ મય છે. અને સેવક દેના દંડાઓથી સદૈવ સુરક્ષિત છે. “સુ” ને અર્થ છે જમીનને છાણ આદિથી લીંપવી અને “રસ્ટોફ ન ચુના વિગેરેથી ભીંતને ઘેળવી. આ રીતે ધોળેલ લીંપેલ હોવાને કારણે તેઓ પ્રશસ્ત રહે છે.
શીર્ષ નામચન્દન (ગેરૂંચંદન) તથા સરસ લાલ ચન્દનના થાપા દિધેલ હોય છે. તેમાં ચન્દન ચર્ચિત મંગળ કળશ તૈયાર કરેલા હોય છે. તથા ચન્દન કલશેના સુન્દર તારણ બનેલાં હોય છે. તેમાં ઉપરની છતથી તે સળીયા સુધી વિસ્તી તેમજ ગોળાકાર બનેલ હોય છે અને પુષ્પમાળાઓના સમૂહથી સુશોભિત હોય છે. પાંચ રંગેના તાજા અને વિખરાયેલા સુગંધી પુના ઉપચારથી યુક્ત છે. કાલાગરૂ, લેબાન તેમજ સુગંધિત ગંધ સમૂહથી તે અતિશય રમણીય દેખાય છે. ઉત્તમ સુગંધથી સુગંધિત છે. તેથી સુગધની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨ ૨૪