Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 328
________________ ઊપરના વૈવેયક દેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાને ઉત્તર આપે-હે ગૌતમ ! મધ્યમયકાના ઉપર સમાન દિશા અને સમાન વિદિશામાં દૂર જઈને ઉપરના પ્રવેયક દેના ત્રણ વિમાન પ્રસ્તર કહ્યાં છે. તે વિમાન પ્રસ્તર પૂર્વ પશ્ચિમમાં લાંબા ઉત્તર દક્ષિણમાં વિસ્તીર્ણ છે. ઈત્યાદિ વર્ણન નિચલા પ્રિવેયક પ્રસ્તના સમાન સમજી લેવું જોઈએ. વિશેષતા એ છે કે અહિં વિમાન એક સે જ છે. યાવત્ આ બધા દેવ પણ અહમિન્દ્ર છે, અર્થાત્ બધા દેવ સમાન સમૃદ્ધિ, સમાનધતિ, સમાન યશ, સમાનબલ, સમાન પ્રભાવ, અને સમાન સુખવાળા છે. તેમનામાં કોઈ ઇન્દ્ર સેવક નથી. કોઈ પરેહિત પણ નથી. ઊપરના વેયના બધાજ દેવગણ અહમિન્દ્ર છે, હે આયુષ્માન શ્રમણો ! હવે પ્રવેયક વિમાનનો સંગ્રેડ કરનારી ગાથા કહે છે–નીચેના ત્રણ પ્રવેયકમાં એક અગીયાર વિમાન છે, મધ્યના ત્રણ ગ્રેવેયકોમાં એક સાત વિમાન છે અને ઊપરના ત્રણ પ્રિયકોમાં એકસો વિમાન છે. અનુત્તરવિમાન કુલ પાંચ જ છે. - હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત અનુત્તરોપાતિક દેવેના સ્થાન આદિની પ્રરૂ'પણ કરાય છે - શ્રીગૌતમસ્વામીએ-પ્રશ્ન કર્યો–ભગવન્! પર્યાપ્ત તથા અપર્યાપ્ત અનુત્તરીપપાતિક દેના સ્થાન ક્યાં કહેલાં છે? અર્થાતુ અનુત્તરપપાતિક દેવ કયાં નિવાસ કરે છે? શ્રી ભગવાને ઉત્તર આપ્યો-હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના બીલકુલ સમતલ ભૂમિભાગથી ઊપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહણ, નક્ષત્ર તથા તારા ગણું નામક તિષ્કના ઘણુ સે યેજન, ઘણા હજાર યોજન, ઘણું લાખ એજન, ઘણા કરોડ જન, ઘણું કડાકેડી જન ઊપર દૂર જઈને સૌધર્મ ઈશાન યાવત આરણ–અચુત નામક બારે કપિને ઉલ્લંઘીને તથા ત્રણસો અઢાર વેચક વિમાનને ઓળંગીને તેમના ઊપર દૂર જઈને પાંચ અનુત્તર વિમાન કહેલા છે. તે વિમાને રજરહિત છે, નિર્મળ છે. અન્ધકારથી રહિત છે અને વિશુદ્ધ છે. અહિ પાંચ દિશાઓમાં પાંચ મહાવિમાન છે. તેમના નામ આ પ્રકારે છે (૧) વિજય (૨) વૈજયન્ત (૩) જ્યન્ત (૪) અપરાજીત અને (૫) સર્વાર્થસિદ્ધ. આ પાંચ મહાવિમાન સર્વ રત્નમય છે, સ્વચ્છ છે. ચિકણું છે, સૃષ્ટ છે, ઘટ છે, નીરજ, નિર્મળ, નિષ્પક અને નિરાવરણ કાતિથી યુક્ત છે, પ્રભા યુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, પ્રસન્નતા પ્રદાન કરનારા, દશનીય, અભિરૂપ, અને પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્ત તથા અપર્યાપ્ત અનુત્તરૌપપાતિક દેના સ્થાન કહેલાં છે, તે સ્થાન સ્વસ્થાન, ઊપપાત, અને સમુદ્રઘાત ત્રણે અપેક્ષાઓથી શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૧૬

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341