Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છે. મમત્વથી રહિત તથા બાહ્ય અને આભ્યન્તર સંગથી મુક્ત છે. સિદ્ધોમા જે આકાર હેાય છે. તે પૌદ્ગલિક શરીરના કારણે નથી હાતા, કેમકે શરીરને ત્યાં સદ્દભાવ નથી રહેતા. તેમને આકાર આત્મપ્રદેશથી જ નિષ્પન્ન થાય છે. શિષ્ય પ્રશ્ન કરે છે—હે ભગવન્ સિદ્ધ કઈ જગ્યાએ જઈને રોકાઈ જાય છે? કયા સ્થાન પર સ્થિત રહે છે (હાય છે)? કઇ જગ્યાએ શરીરને ત્યાગ કરીને કયાં સિદ્ધ થાય છે ?
આ પ્રશ્નોના ઉત્તર આપતાં પ્રભુશ્રી આ પ્રકારે કહે છે—સિદ્ધ ભગવાન્ અલેકના દ્વારા પ્રતિહત થઇ જાય છે. ગતિમા નિમિત્તકારણ ધર્માસ્તિકાય છે. તે લેાકાકાશમાં જ થાય છે. અલેાકાકાશમાં થતાં નથી. તેથીજ જેવાજ અલેાકાકાશ આર ભ થાય છે કે સિદ્ધોની ગતિમાં અવરોધ આવી જાય છે. એ રીતે તેઓ અલેકા કાશ દ્વારા પ્રતિત થઈ જાય છે. અને લેકના અગ્રભાગ અર્થાત્ ઊપરના ભાગમાં સ્થિત થઈ જાય છે. તેએ આ મનુષ્યના ક્ષેત્રમાં શરીરના પરિત્યાગ કરીને એકજ સમયમાં અસ્પૃશત ગતિથી લેાકાચમાં જઇને સિદ્ધિ પ્રાપ્ત કરીલે છે. ચરમ ભવમાં તેમને જે પણ દી અર્થાત્ પાંચસે ધનુષ કાયના દુસ્વ અર્થાત્ ઓછામા ઓછા બે હાથના આકાર હૈાય છે તેનાથી ત્રીજા ભાગ ઓછે. આકાર રહિં જાય છે કેમકે સિદ્ધ અવસ્થામાં મુખ, પેટ, નાક, કાન, આદિના છિદ્રો ભરાઇ જાય છે—આત્મપ્રદેશ સઘન બની જાય છે. એ વાતને સ્પષ્ટ કરવા માટે કહેલું છે. ભવને! ત્યાગ કરતી વખતે; અન્તિમ સમયમાં; સૂક્ષ્મ ક્રિયા; પ્રતિ પાતી ધ્યાનના બળથી મુખ; ઉત્તર આદિના છિદ્રો ભરાઇ જવાથી જે ત્રીજાભાગ ન્યૂન સસ્થાન ર િજાય છે, તેજ સંસ્થાન ત્યાં સિદ્ધાવસ્થામાં બની રહે છે.
હવે ઉત્કૃષ્ટ અવગાહના આદિ ભેદથી નાના પ્રકારના અવગાહનાની પ્રરૂપણા કરાય છે—જેના શરીરની અવગાહના પાંચસે ધનુષની હાય છે, તેમની ત્રીભાગ ચૂન થવાથી ત્રણસે તેત્રીસ ધનુષ અને એક ધનુષના ત્રિભાગ બની હાય છે. આ સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના કહેલી છે.
અહિ આ વાત ધ્યાન દેવા જેવી છે-નાભિ કુલકરની પત્ની મરૂદેવી સિદ્ધ થઈ છે. નાભિકુલકરના શરીરની અવગાહના પાંચસે પચીસ ધનુષની હતી અને તેટલીજ અવગાહના મદેવીની પણ હતી, કેમકે આગમનુ આ કથન છે કે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૨૪