Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સહુનન; સંસ્થાન, અને ઊંચાઇ કુલકાના સમાનજ સમજવા જોઇએ એરીતે મરૂદેવીના શરીરની અવગાહનામાંથી ત્રીજે ભાગ છે કરવામાં આવેત તે સાડા ત્રણસે ધનુષની સિદ્ધ થાય છે. આવી સ્થિતિમાં ઊપર જે ઉત્કૃષ્ટ અવગાહના ત્રણસો તેત્રીસ ધનુષના ત્રીજા ભાગની ખતાવી છે, તે સમીચીન સિદ્ધ નથી થતી. પણ આ કહેવું સત્ય નથી, કેમકે મરૂદેવીના શરીરની અવગાહના નાભિથી કાંઇક આછી હાવા સભવ છે. ઉત્તમ સંસ્થાન વાળી સ્ત્રિયાના શરીર ની અવગાહના ઉત્તમ સસ્થાન વાળા પુરૂષાની અવગાહનાથી પોતપેાતાના સમયની અપેક્ષાએ કાંઈ એછી હોય છે. આવિ સ્થિતિમાં જો મરૂદેવીના શરીરની અવગાહના પાંચસેા ધનુષની માનવામાં આવે તે કઇ દોષ આવત નથી. તેના ઉપરાન્ત મરૂદેવી હાથીની પીઠ પર બેઠી બેઠી સિદ્ધ થઇ હતી, તેથીજ તેમનુ શરીર એ વખતે સ કાચાયેલું હતુ એકાવરણથી અધિક અવ ગાઢનાથવાના સ ́ભવ નથી. એ રીતે ઉપર જે ઉત્કૃષ્ટ અવગાહના કહી છે, તેમાં કોઈ પણ વિરોધ આવતા નથી.
ભાષ્યકારે પણ કહ્યુ છે—મરૂદેવીની અવગાહના કેવી રીતે સંગત થાય છે? તેના ઉત્તર આ છે કે મરૂદેવી નાભિથી કાંઇ નાના હતાં તેથીજ તેમની અવ ગાહના પાંચસે ધનુષનીજ હતી. અથવા શરીરના સકાચાવાના કારણે તેમની અવગાહના ઓછી હાઈ શકે છે.
સિદ્ધોની મધ્યમ અવગાહના કહે છે-ચાર હાથ અને ત્રિભાગહીન એક હાથની સિદ્ધોની મધ્યમ અવગાહના કહેલી છે.
શંકા--આગમમાં જઘન્ય (ઓછામાં એછી) સાત હાથની અવગાહના વાળા જીવાને જ સિદ્ધિ કહેલી છે; તેથીજ આ પૂર્વીક્ત અવગાહના જઘન્ય સિદ્ધ થાય છે; મધ્યમ નહીં
સમાધાન—સાત હાથની અવગાહના વાળા જીવાની જે સિદ્ધિ કહેલી છે તે તીર્થંકરની અપેક્ષાએ જ સમજવી જોઇએ. અર્થાત્ તીકરાની જઘન્ય અવગાહના સાત હાથની ડેાય છે. સામાન્ય કેવળી તે તેનાથી એછી અવગાહના વાળા પણ સિદ્ધ થાય છે. ઊપર જે અવગાહના કહેવાણી છે, તે સામાન્યની અપેક્ષાએ જ છે--તીથ કરાની અપેક્ષાએ નહીં
હવે જઘન્ય અવગાહના બતાવે છે—એક હાથ અને આઠ આંગળની સિદ્ધોની જઘન્ય અવગાહના કહેવાણી છે. આ જઘન્ય અવગાહના કુર્માપુત્ર આદિની સમજવી જોઇએ. જેએના શરીરની અવગાહના બે હાથની હાય છે. ભાષ્યકારે કહ્યું છે-ઉત્કૃષ્ટ અવગાહના પાંચસે ધનુષવાળાએની અપેક્ષાથી; મધ્યમ અવગાહના બે હાથના શરીરવાળાઓની અપેક્ષાથી કહેલી છે, જે તેમના શરીરથી ત્રિભાગ ન્યૂન હોય છે. ॥ ૧ ॥
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર ઃ ૧
૩૨૫