Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માટે ઉપમા દેવાય છે, તેને સાંભળે જેમ કેઇ પુરૂષ સર્વાં કામ ગુણિત અર્થાત્ બધા પ્રકારના મસાલાથી યુક્ત, સ` પ્રકારના સાત્વિક વ્યંજનાથી વિશિષ્ટ ભાજન કરીને ભૂખ અને તરસથી સર્વથા મુક્ત થઇ જાય છે અને સુખ પૂર્વ ક રહે છે. અમૃત લક્ષણ સરખી તૃપ્તિના અનુભવ કરે છે. એજ રીતે નિર્વાણને પામેલ જીવ સદાકાળ તૃપ્ત રહે છે. તે શાશ્વત તથા અવ્યાખાધ સુખથી યુક્ત થઈને વિરાજમાન રહે છે.
તે મુક્ત જીવ સિદ્ધ છે અર્થાત્ તેઓએ સિત અર્થાત્ બચેલા જ્ઞાનાવ રણીય આદિ આઠે કર્મોને માત અર્થાત્ દુગ્ધ કરી દિધાં છે. સિદ્ધ અનેક પ્રકારના હાય છે, કહ્યું પણ છેઃ-કસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યેાગસિદ્ધ, આગમસિદ્ધ, ક ક્ષયસિદ્ધ. અહિં જે સિદ્ધોનુ વર્ણન થઇ રહ્યુ છે તે કમ સિદ્ધ આદિ નથી પણ કક્ષય સિદ્ધ છે. એ પ્રગટ કરવાને માટે ગાથામાં ‘યુદ્ધા' વિશેષણના પ્રયાગ કરાયેલા છે. તેઓ યુદ્ધ છે. અર્થાત્ કેવળજ્ઞાન દ્વારા તેઓએ વસ્તુના સ્વરૂપને અવગત (જાણવુ) કરી લિધુ છે. પરોપદેશના વિનાજ જીવાદિ તત્કાને જાણી લીધા છે અર્થાત્ તેઓ સજ્ઞ અને સર્વદેશી છે; ત્રણે કાળના જ્ઞાતા છે. અહુન્ત ભગવાન પણ ખુદ્ધ હૈાય છે, તેથીજ તેમનુ નિરાકરણ કરવાને માટે પારગતા' વિશેષણ આપેલું છે, જેના આશય એ છે કે તે સ’સારથી અથવા પ્રત્યેાજનથી પાર થઇ ચુકયા છે. તેમના સમસ્ત પ્રયાજન સમાપ્ત થઈ ગયાં છે, તેથીજ તેઓ કૃતકૃત્ય થઇ ગયા છે એવા પણુ જે અક્રમસિદ્ધો છે. તેમને નિરાસ કરવા માટે તેને પર પરાગત' કહ્યા છે અર્થાત્ સિદ્ધત્વના સમયથી ખીજા સમયવતી હેાય છે. અથવા પર’પરાગતા અથ છે પેાતાને ચેાગ્ય યથાસ ંભવ ચતુર્થી, ષષ્ઠ આદિ ગુણસ્થાનાને પાર કરીને સિદ્ધ થયેલા છે. તેના સિવાય તેએ કમરૂપી કત્રચથી પૂર્ણ પણે અને સદાને માટે મુક્ત થઈ ચુકેલા છે. તેથી અજર છે, કેમકે શરીરને અભાવ હાવાથી જરાની સ’ભાવના જ થઈ શકતી નથી. સિદ્ધ અમર પણ છે, કેમકે આયુકથી રહિત થઇ ગએલા છે. શરીર વિનાના હાવાથી પ્રાણુ ત્યાગરૂપ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૩૨૮