Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 339
________________ ભરાઈ જવાના કારણે સઘન આત્મ પ્રદેશાવાળા છે. સામાન્ય અને વિષય કરવાવાળા કેવળ દનના તથા વિશેષ ધર્મના જાણવાવાળા કેવળ જ્ઞાનમાં સદૈવ રહેવાવાળા ઉપયોગથી ઉપયુક્ત રહે છે. જ્ઞાન સાકાર અર્થાત્ વિશેષ વિષયક અને દન નિરાકાર અર્થાત્ સામાન્ય વિષયક હાય છે. આ સિદ્ધોના લક્ષણ કહેલાં છે. સિદ્ધભગવન્ત કેવળજ્ઞાનના ઉપયોગથી સમસ્ત પદાર્થોના ગુણા અને પર્યાયાને જાણે છે અને અનન્ત કેવલદશનથી સમસ્ત પદાર્થોને દેખે છે અર્થાત્ તેમના સામાન્ય સ્વરૂપને જાણે છે. ગુણસહુવતી અને પર્યાય ક્રમવતી હાય છે. તેઓને તે કેવળજ્ઞાન-દર્શનથી જ જાણે છે, અન્તઃકરણ આદિથી નહીં, કેમકે તેઓ અન્તઃકરણ આદિથી રહિત છે. ત્રવિįિદ્દિગંતäિ' અહિં બહુવચન આપવાનુ કારણ એ છે કે અનન્ત સિદ્ધોના કેવળદર્શીન પણ અનન્ત જ છે, હવે તે નિરૂપણ કરે છે કે સિદ્ધ ભગવન સુખના સ્વામી છે—બધી જાતની પીડાથી રહિત હાવાના કારણે સિદ્ધોને જે સુખ થાય છે, તે ચક્રવતી આદિ મનુષ્યને પણ થતું નથી. એટલુ જ નહિ, એવું સુખ સર્વાર્થ સિદ્ધ પન્ત બધા દેવાને પણ નથી હતું. દેવ ગણાતુ જે સુખ છે કે બધાનું સમ્પૂર્ણ કાળના સમયની સાથે જો ગુણાકાર કરાય અને તેને ફરીથી અનન્ત ગુણા કરાય તે પણ તે સુખ મુક્તિના સુખની ખરાખરી નથી કરી શકતું. પ્રકારાન્તરે એજ કથન પુન:કરી કહે છે–સિદ્ધ જીવ પ્રત્યેક સમયમાં જે સુખને અનુભવ કરે છે તેને કદાચ એકત્ર કરીને મેળવી દેવામાં આવે અને અનન્ત વ મૂલથી તેને ઓછું કરાય તે એછુ' કરાયેલુ' તે સુખ પણ એટલુ અધિક થશે કે સ ́પૂર્ણ આકાશમાં નહી' સમાય. સિદ્ધોના સુખ વાસ્તવમાં વચનાગાચર છે. તેનું પ્રતિપાદન કરવું અસ’. ભવિત નથી- એ બતાવે છે—જેમ કોઇ મ્લેચ્છ અર્થાત્ અનાં જંગલી માણસ ગૃહવાસ આદિ નગર સબંધી ઘણા પ્રકારના ગુણાને જાણી અને જોઈને વનમાં ગયા. ખીજા સ્વેચ્છાએ પૂછી જોતાં તે તેના વખાણ કરવામા સમ નથી થતા અર્થાત્ અનુભવ કરવા છતાં પણ કહિ નથી શકતા, કેમકે તેની કાઇ ઉપમા તેની સામે હાતી નથી, એ પ્રકારે સિદ્ધોના સુખ પણ અનુપમ છે. તેમની કાઈ ઉપમા નથી. તા પણ માલ જીવેાને બેધ કરાવવા માટે તે અમદ આનંદ સમૂહના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ३२७

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341