Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 338
________________ કહેવાય છે કે મુક્તિ તે ઓછામાં ઓછા સાત હાથની અવગાહના વાળાઓની જ થાય છે. બે હાથની અવગાહન વાળાઓની કેવી રીતે થઈ શકે ? તેને ઉત્તર આ છે કે ઓછામાં ઓછા સાત હાથની અવગાહના વાળાઓની જે સિદ્ધિ કહી છે તે તીર્થકરની અપેક્ષાથી સમજવી જોઈએ; તીર્થકરના સિવાય શેષ જીવ કુપુત્ર આદિતે બે હાથની અવગાહનાથી પણ સિદ્ધ થાય છે. અગર કઈ પિતાના સાત હાથના શરીરને સંકેચી લે તે તેની અવગાહના પણ ઓછી થઈ જાય છે. ૨-૩ છે એ રીતે રુિદ્ધ જીવ પિતાના અન્તિમ ભવના શરીરથી વિભાગ ન્યૂન અવગાહનાવાળા હોય છે. જરા અને મરણ રહિત તે સિદ્ધ આત્માઓના આકાર અનિત્થસ્થ અર્થાત્ અનિયત હોય છે. જે આકારને “આજ પ્રકારના છે એવું કહિ ન શકાય તે અનિત્થસ્થ કહેવાય છે. મુખ તેમજ ઉદર આદિના રન્ધો (છિદ્રો) ભરાઈ જવાના કારણે શરીરને આગળને આકાર બદલાઈ જાય છે. એ કારણે સિદ્ધોના સંસ્થાન અનિત્થસ્થ કહ્યાં છે. સંસ્થાનની આ અનિયતતા ને કારણે આગમમાં જે કહ્યું છે કે સિદ્ધાત્મા ન દીર્ઘ છે ન હસ્વ છે વિ. એ કથન પણ સંગત થઈ જાય છે. સિદ્ધોમાં સંસ્થાનને સર્વથા અભાવ નથી. ભાણકારે કહ્યું છે- છિદ્રો પરિપૂર્ણ થઈ જવાને કારણે પૂર્વને આકાર બદલાઈ જવાથી સિદ્ધોના સંસ્થાન અનિત્થસ્થ અર્થાત્ અનિયત કહેલાં છે એ કારણે સિદ્ધોમાં દીવ, હસ્વત્વ આદિને અભાવ કહે છે. સિદ્ધીના આકારની અનિયતતા પૂર્વાકારની અપેક્ષાઓ છે; આકારને અભાવ હોવાનું કારણ નથી. હવે સિદ્ધ જીવની સ્થિતિના વિષયમાં કથન કરે છે–જ્યાં એક સિદ્ધ સ્થિત છે, ત્યાં અનન્ત સિદ્ધ સ્થિત હોય છે. કેમકે તેઓ બધા ભવને ક્ષય કરીને વિમુક્ત થઈ ગએલા છે. તેઓ પરસ્પરમાં અવગાઢ રહે છે. અમૂતિક હેવાને કારણે તેઓની એક બીજામાં અવગાહના થવામાં કઈ વાંધે નથી પડત. જેમ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશસ્તિ કાય એક બીજામા મળેલાને લેકમાં રહેલા છે. એજ પ્રકારે અનન્ત સિદ્ધ પરસ્પરમાં મળીને અવસ્થિત છે. તે બધા સિદ્ધો લેકાન્ત ભાગથી પૃષ્ટ રહે છે. નિયમથી અનન્ત સિદ્ધ સર્વ પ્રદેશથી પૃષ્ટ રહે છે, અર્થાત અનન્તા સિદ્ધ એવા છે જે પૂર્ણ રૂપથી એક બીજામાં મળેલા છે. અને જેને સ્પર્શ દેશ-પ્રદેશથી છે, એવા સિદ્ધો તે તેમનાથી પણ અસંખ્યાત ગણું અધિક છે. હવે સિદ્ધના સ્વરૂપનું પ્રતિપાદન કરાય છે. સિદ્ધ ભગવાન્ ઔદારિક આદિ પાંચ શરીરેથી રહિત છે. જીવઘન છે અર્થાત્ મુખ ઉદર આદિ છિદ્રના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧ ૩૨૬

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341