Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
કર્ણ પીઠ નામના આભૂષણના ધારક છે. તેમના હાથમાં અદ્ભુત આભરણ હોય છે. તેઓ અદ્ભુત માલાયુક્ત મુગટને ધારણ કરે છે. કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર પહેરે છે. કલ્યાણકારી, અને અતીવ ઉત્તમમાલા તેમજ અનુલેપન ને ધારણ કરે છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. લાંબી વનમાલાથી ભિત હોય છે. દિવ્યવર્ણ, ગંધ આદિથી દશે દિશાઓ ને ઉદ્યોતિત અને પ્રકાશિત કરે છે. ધરગેન્દ્ર ત્યાં ચુંમાલીસ લાખ ભવના વાસેના, છ હજાર સામાનિક દેના, તેત્રીસ ત્રાયશ્ચિંશકદેના, ચાર લોકપાલના, છ સપરિવાર અગ્રમહિષીના, ત્રણ પ્રકારની પરિષદના, સાત અનીકોના, સાત અનીકાધિપતિના. વીસહજાર આત્મરક્ષક દેના તથા અન્ય ઘણા બધા દક્ષિણાત્ય નાગકુમાર દવે તથા દેવીના અધિપતિત્વ. અગ્રેસરવના કરે છે. - હવે ઉત્તર દિશાના નાગકુમારોના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન ! ઉત્તરદિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત નાગકુમાર દેવોના સ્થાન ક્યાં છે? અર્થા–હે ભગવન ! ઉત્તરદિશાના નાગકુમાર દેવે ક્યાં પ્રદેશમાં નિવાસ કરે છે ?
શ્રી ભગવાને ઉત્તર આપ્યો– ગૌતમ ! જમ્બુદ્વીપ નામક દ્વીપના મેરૂ પર્વતથી ઉત્તરમાં એકલાખ એંસી હજાર જન મેટી આ રત્નપ્રભા પૃથ્વીન ઉપર અને નીચેના એક એક હજાર જન. ભાગને છોડીને વચલા એક લાખ અશોતેર હજાર જન પ્રદેશમાં ઉત્તર દિશાના નાગકુમાર દેના ચાલીસ લાખ ભવનાવાસ છે એમ મેં તેમજ અન્ય બધાજ તીર્થકરેએ કહ્યું છે. તે ભવને બહારથી વર્તુલાકાર છે ઈત્યાદિ વર્ણન દક્ષિણી નાગકુમારના ભવનના સમાજ સમજી લેવું જોઈએ, જેમ કે–તે મધ્ય ભાગમાં રસ છે. નીચે કમળની કણિકાના આકારના છે. વિશાલ અને ગંભીર ખાઈ અને પરિખાઓથી યુક્ત છે તથા પ્રાકારે, અટ્ટાલકે, કપાટો તોરણે તેમજ પ્રતિદ્વારથી સુશોભિત છે. યંત્ર, શતક્ની મુસલ તથા મુસંઢી નામક શસ્ત્રથી સજિત છે. શત્રુઓ દ્વારા અધ્ય, સદા જયશીલ અને સુરક્ષિત છે, અડતાલીસ કેઠા અને અડતાલીસ વનમાળાઓથી યુક્ત છે. ઉપદ્રવરહિત, મંગલમય તથા કિંકર દેવોના દંડ થી રક્ષિત છે. લિંપેલ ઘૂંપેલ હોવાના કારણે પ્રશસ્ત છે, તેઓમાં ગેરેચન તેમજ સરસ લાલ ચન્દનના એવા થાપા લાગ્યા છે કે જેમાં પાંચે આંગળીઓ પડી રહી હોય છે. માંગલિક કલશોથી સુશોભિત છે. તેમના દરેક દ્વારદેશમાં ચન્દન ઘડાના સુન્દર તોરણ બનેલાં હોય છે. ઉપરથી નીચે સુધી વિશાળ અને ગોળાકાર ફુલહારના સમૂહ શેભિરહ્યા હોય છે. પાંચ વર્ણના સરસ અને સુગંધિત પુષ્પ ત્યાં વેરાયેલાં રહે છે. ઈત્યાદિ સામાન્ય ભવનવાસી દેના ભવનના વર્ણનના સમાન વર્ણન અહીં પણ સમજીલેવું જોઈએ, તેઓ અભિરૂપ અને અને પ્રતિરૂપ છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૪૬