Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મો) દિવ્ય ભેગપભોગ (મુંનમા) ભેગવતા (વિનંતિ) રહે છે સૂ. ૨૧
ટીકાથ-હવે પર્યાપ્ત અને અપર્યાપ્ત વનવ્યંતર દેના સ્થાન આદિની પ્રરૂપણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–ભગવન્! પર્યાપ્ત તથા અપર્યાપ્ત વાનવ્યન્તર દેવના સ્વસ્થાન કયાં કહેવાયેલાં છે? તેને જ પ્રકારાન્તરે કહે છેભગવન્! વાનવ્યન્તર દેવ કયા સ્થાનમાં નિવાસ કરે છે?
શ્રીભગવાને ઉત્તર આપે –ગૌતમ ! આ રત્નપ્રભ પૃથ્વીના બધાથી ઉપરના રત્નમય કાંડના કે જેને વિસ્તાર એક હજાર જન છે, ઊપરથી એક સે જન પ્રવેશ કરીને અને નીચેના એક રે જનને છોડીને મધ્યના આઠ સે યેજનમાં વાવ્યન્તર દેવના તિર્કી અસંખ્યાત જનમાં લાખે ભૌમેય અર્થાત્ ભૂમિગૃહ (ભેંયરા) ના સમાન નગરાવાસ છે, એમ મેં તથા અન્ય તીર્થકરેએ પણ કહ્યું છે.
તે ભૌમેય નગર બહારથી ગળાકાર છે. મધ્યભાગમાં ચતુરસ અને નીચે કમળની કર્ણિકાના આકારના છે. તે નગરની ચારે બાજુ વિસ્તીર્ણ તથા અથાહ નિર્મલ પાણીથી ભરેલી ખાઈયો અને પરિખાઓ છે. જેમનું અત્તર સ્પષ્ટ પ્રતીત હોય છે. પ્રત્યેક નગરના પ્રાકારે કોટ પર અટ્ટાલક, કપાટ, તરણ તેમજ પ્રતિદ્વાર બનેલા હોય છે. પ્રાકારના ઉપરના ભાગમાં સેવક વર્ગને રહેવા માટે બનાવેલા વિશેષ પ્રકારના સ્થાન અટ્ટાલક કહેવાય છે. પ્રતોલી દ્વારેના કમાડ કપાટ કહેવાય છે. પ્રતેલી દ્વાર ઉપર બનેલા (ચન્દરવા) તરણ સમજવા જોઈએ અને મુખ્ય દ્વારની બાજુમાં નાના દ્વાર હોય છે તેમને પ્રતિદ્વાર કહેવાય છે. તે નગરે વિવિધ પ્રકારના યંત્રથી, શતદિન અર્થાત્ તોપોથી કે જેમને એકજ વખત ફોડવાથી સે પુરૂષોને ઘાત થાય છે. તથા મૂશલ તેમજ સુસંઢી નામક શસ્ત્રોથી પરિવૃત છે. એ કારણે તેઓ અધ્ય છે-શત્રુ ત્યાં યુદ્ધ કરવામાં સમર્થ થતા નથી અને તેથી જ તેઓ સદૈવ જયશીલ છે. તેઓ સદા દ્ધાએ અને શસ્ત્રોથી રક્ષિત છે. કેમકે બધી બાજુથી પરિવૃત હોવાને લીધે શત્રુઓને તેમાં પ્રવેશ થઈ શકતો નથી. અદ્દભૂત છટાવાળા અડતાલીસ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૫૯