Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અને સમુદ્દઘાત આ ત્રણે અપેક્ષાઓથી લેકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા બધા દાક્ષિણત્ય પિશાચ દેવ નિવાસ કરે છે.
તે પિશાચ જાતિના દેવ મહાન રૂદ્ધિને ધારક છે. ઈત્યાદિક વર્ણન સમુચ્ચય વાનવ્યન્તર દેના વર્ણનની સમાન સમજી લેવા જોઈએ. અર્થાત્ તેઓ મહાતિમાન છે. મહાયશસ્વી છે. મહાબલી છે. મહાન ભાગ છે અને મહાસુખથી સંપન્ન છે. તેમના વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટક અને ત્રુટિતથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગઢ, કુંડલ, અને ગંડ સ્થળને મર્પણ કરતા કર્ણ પીઠ નામના આભૂષણોના ધારક હોય છે હાથમાં વિચિત્ર આભૂષણ ધારણ કરે છે. તેમના મુગટ અદ્ભુતમાળાઓથી યુકત હોય છે, કલ્યાણ કારક તેમજ શ્રેષ્ઠ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણકારી અને ઉત્તમ માલા તથા અનુપનને ધારણ કરે છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. લાંબી વતમાલાના ધારક હોય છે. તે પોતાના દિવ્ય વર્ણ અને ગન્ધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા રહિને પિતા પોતાના અસંખ્ય લાખ ભૌમેય નગરવાસે આદિના અધિપતિત્વ કરતા તેમનું પાલન કરતા નૃત્ય ગીત તથા કુશલવાદ દ્વારા વગાડેલ વીણ તલ તાલ ત્રુટિત તેમજ મૃદંગ આદિ વાદ્યો ના નિરન્તર થનાર ધ્વનિના શ્રવણ સાથે દિવ્ય ભેગેપગે જોગવતા રહે છે.
હવે દક્ષિણ દિશાના પિશાચેદ્ર કાલની વક્તવ્યતાને પ્રારંભ કરાય છેઅહિ કાલનામક પિશાચેન્દ્ર, પિશાચ રાજા નિવાસ કરે છે. તે પિશાચેન્દ્ર કાલ મહાન રૂદ્ધિના ધારક છે. મહાઘુતિ વાળા છે, મહા યશસ્વી છે. મહાબલ છે, મહાનુભાગ છે મહાસુખવાનું છે. તેમનું વક્ષસ્થલ હારથી સુશોભિત રહે છે તેમની ભુજાએ કટકે અને ત્રુટિત નામના બહુના આભૂષણથી સ્તબ્ધ રહે છે. તે અંગદ, કુંડલ અને ગંડસ્થલને મર્ષણ કરનારા કર્ણપીઠ નામના આભૂષણના ધારક છે. તેમના હાથમાં અદૂભૂત આભૂષણ હોય છે. અદ્ભુત માલા યુક્ત મુગટ અગર માલા અને મુગટ ધારણ કરે છે. કલ્યાણ કારી ઉત્તમ થો પરિધાન કરે છે. તેમજ અનુલેખનને ધારણ કરે છે. તેમના દેહ દેદીપ્ય માન હોય છે. લાંબી વનમાલાના ધારક હોય છે. પિતાના વર્ણ આદિથી દશે દિશાઓને ઉદ્યતિત તેમજ પ્રભાસિત કરે છે.
તે પિશાચેન્દ્ર કાળ તિરછા અસંખ્યાત લાખ નગરાવાસના ચાર હજાર સામાનિક દેના, સપરિવાર ચાર અમહિષિના, ત્રણ પરિષદેના સાત અનીકેના, સાત અનીકાધિપતિના. સેલ હજાર આત્મ રક્ષક દેના તથા અન્ય બહુ સંખ્યક દાક્ષિણાત્ય વનવ્યન્તર દેવ અને દેવિયે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૬૯