Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાળા, અંગદ કુંડલ અને કણપીઠ નામક આભૂષણના ધારક, હાથમાં અદ્ભુત આભૂષણ પહેરવાવાળા, વિચત્ર માળાથી યુક્ત મુગટ વાળા કલ્યાણ કારી ઉત્તમ વસ્ત્રોનું પરિધાન કરનારા, કલ્યાકારી ઉત્તમ માળા ને અનુલેખનને ધારણ કરવા વાળા દેદીપ્ય માનશરીરવાળા લાંબી વન માળાને ધારણ કરનારા તથા પિતાના દિવ્ય વર્ણ ગંધવિગેરેથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત કરતા રહે છે. તે તિષ્ક દેવ ઉપર્યુક્ત સ્થાનમાં પિતાપિતાના હજારે સામાનિક દેવના પરિવાર સહિત પિતપેતાની અગ્રમડિવિયેના, પિતા પિતાની પરિષદના, પપિતાની અનીકેના, પિતાના અનીકાધિપતિના, પિતાપિતાના હજારે આત્મરક્ષક દેવના તથા અન્ય ઘણુ બધા તિષ્ક દેવો અને દેવીના અધિપતિત્વ, અગ્રેસરત્વ, સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, તથા આજ્ઞા ઈશ્વર સેનાપતિત્વ કરતા છતાં, તેમનું પાલન કરતા છતાં, નાટક, ગીત તથા કુશલવાદ દ્વારા વાદિત વિણા, તલ, તાલ, ત્રુટિત મૃદંગ આદિના નિરન્તર થતા ધ્વનિના શ્રવણની સાથે દિવ્ય ભેગભગવતા રહે છે.
હવે તિષ્ક દેવાના ઈન્દ્ર ચન્દ્ર અને સૂર્ય એ બે જ્યોતિષ્ક કેન્દ્ર તેમજ તિષ્ક રાજા નિવાસ કરે છે. તે અને મહાવુતિ, મહાયશ, મહાબલ મહાનુભાગ, તથા હારથી સુશોભિત વક્ષસ્થલ વાળા છે. તેમના હાથ કટકો અને ત્રુટિતથી સ્તબ્ધ છે. તેમના હાથમાં વિચિત્ર આભૂષણ હોય છે. તેઓ અદ્ભુત વનમાળા વાળા મુગટથી સુશોભિત હોય છે. તેઓ કલ્યાણકર અને શ્રેષ્ઠ વસ્ત્રોનું પરિધાન કરે છે. તેમના દેહ દેદીપ્યમાન હોય છે. તેઓ લાંબી વનમાળાને ધારણ કરે છે. પિતાના દિવ્ય વર્ણ આદિથી દશે દિશાઓને પ્રકાશિત અને પ્રભાસિત કરતા રહે છે.
આ તિર્મેન્દ્ર ચન્દ્ર અને સૂર્ય ઉલ્લિખિત સ્થાનોમાં પિતા પોતાના લાખો વિમાનના. ચાર હજાર સામાનિક દેના પરિવાર સહિત ચાર અગ્ર મહિષિના, ત્રણ પર્ષદના, સાત અનીકેના, સાત અનીકાધિપતિના સેલ હજાર આત્મરક્ષક દેના, યાવત્ અન્ય ઘણા બધા જ્યોતિષ્ક દે અને દેવિચેના અધિપતિત્વ. સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, તથા સેનાપતિત્વ કરતા થકા તેમનું પાલન કરતા રહીને નાટક, ગીત તથા કુશલ વાદકો દ્વારા વાદિત વીણ તલ, તાલ; ત્રુટિત, મૃદંગ આદિ વાદ્યના મધુર અવનિ સાથે દિવ્ય ભેગે પગ ભેગવતા રહે છે. મેં ૨૩
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૭૮