Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તે વિમાન સર્વરત્નમય છે પૂર્ણ રૂપથી રત્નમય છે, સ્વછ છે. ચિકણા કમળ તથા ઘાટીલા છે. નીરજ તથા નિર્મળ છે અર્થાત્ આગન્તુકમળથી રહિત હોવાને કારણે અત્યન્ત સ્વચ્છ છે, નિપંક અર્થાત્ કાદવથી રહિત છે. નિરાવરણ છાયાવાળા છે, પ્રભાયુક્ત, શ્રીસંપન્ન, પ્રકાશમય, આહ્લાદ કારક દશનીય, પરમ સુન્દર અને અતીવ કમનીય છે. આ ઊપર કહેલા વિમાનાવાસ માં પર્યાપ્ત તથા અપર્યાપ્ત વિમાનિક દેના સ્થાન પ્રરૂપિત કરાયેલા છે. એ સ્થાને સ્વસ્થાન, ઉપપાત અને સમુદુઘાત, ત્રણે અપેક્ષાઓએ લેકના અસંખ્યાતમાં ભાગમાં છે. આ સ્થાનમાં બહુ સંખ્યક વૈમાનિક દેવે નિવાસ કરે છે. તેઓ આ પ્રકારે છે-સૌધર્મ અશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાન્તક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાકૃત, આરણ, અશ્રુત, વેયક તથા અનુત્તરૌપપાતિક, અર્થાત્ બાર સૌધર્મ આદિ દેવેલે નવેયક તથા પાંચ વિજ્ય વૈજ્યન્ત, જ્યન્ત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ આદિ અનુત્તરપપાતિક. આ દેના મગટમાં વિભિન્ન પ્રકારના ચિહ્ન બનેલા હોય છે, જે આ પ્રકારે છે–સીધર્મ દેના મુગટમાં મૃગનું ચિહ્ન, અશાન દેવને મુગટમાં મહિષ (પેડ), નું ચિહ, સનકુમાર દેવના મુગટમાં વરાહ (ભુંડ) નું ચિહ્ન, મહેન્દ્ર દેવના મુગટમાં સિંહનું ચિહ્ન બ્રહલેક ડેના મુગટમાં બકરાનું ચિહ્ન લાન્તક દેના મુગટમાં દેડકાનું ચિહ્ન, મહાશુકદેના મુગટમાં ઘોડાનું ચિ, સહસ્ત્રાર દેના મુગટમાં ગજરાજનું ચિહ, આનત દેના મુગટમાં સર્પનું પ્રાણત દવેના મુગટમાં ખડ્રગનું ચિહ્ન હોય છે. અહીં ખડ્રગનો અર્થ એક જંગલી ચારપગુ જાનવર ખેડૂગી સમજવું જોઈએ. આરણ દેના મુગટમાં બળદનું અને અય્યતન મુગટમાં વિડિમ બાલમંગ વિશેષનું ચિહ્ન હોય છે.
આ દેવ શિથિલ અને શ્રેષ્ઠ મુગટના ધારક છે. તેમના મુખ શ્રેષ્ઠ કુંડળથી જગમગતા રહે છે. તેમના મુગટ શભા યુક્ત હોય છે. અથવા “નવર્તાિસિયા, ને અર્થ છે તેઓ મસ્તક પર મુગટ ધારણ કરે છે. તેઓ રક્ત આભાવાળા, ઉત્તમવિકિયા કરનારા, અત્યન્ત શ્રેષ્ઠ વસ્ત્ર, ગંધ, માલા અને અનુલેપનને ધારણ કરવાવાળા, મહદ્ધિક, મહાતિક, મહાયશસ્વી મહાન બળવાળ મહાન પ્રભાવવાળા તથા મહાન સુખથી સંપન્ન હોય છે. તેમના વક્ષસ્થલહારથી સુશોભિત રહે છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિત નામના આભૂષણથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંડલ અને ગંડસ્થળને ઘસાતા કર્ણ પીઠના ધારક હોય છે. હાથમાં વિચિત્ર આભૂષણ ધારણ કરે છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૮૧