Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શ્રી ભગવાને ઉત્તર આપે–હે ગૌતમ ! ઈશાન કલ્પના ઊપર સમાન દિશા અને સમાન વિદિશામાં ઘણું જન યાવત્ ઘણા કડા કેડી જન દર ઊપર જઈને મહેન્દ્ર કલ્પ કહેવામાં આવેલ પૂર્વ અને પશ્ચિમમાં વ્યા છે. ઉત્તર અને દક્ષિણમાં પહેાળે છે. ઇત્યાદિ વર્ણન સનકુમાર ક૯પ જેવું સમજી લેવું જોઈએ, વિશેષતા એ છે કે મહેન્દ્ર કપમાં આઠ લાખ વિમાન છે. તેમાં અવતંસક ઈશાન કપના સમાન સમજવાનું છે પરન્તુ બરાબર વચમાં અહિં માહેન્દ્રાવતંસક કહેવું જોઈએ તાત્પર્ય આ છે કે અશકાવતંસક સપ્તપર્ણાવતંસક, ચંપકાવતંસક તથા ચૂતાવતંસકતા મધ્યમાં મહેન્દ્રાવતંસક છે. આ પ્રકારે મહેન્દ્ર દેવેની વક્તવ્યતા પણ સનકુમાર દેવની સમાનજ સમજવી જોઇએ. તે અવતંસકો સર્વરત્નમય છે, સ્વચ્છ છે ચિકણ છે, ઘટ મૃષ્ટ છે, ઈત્યાદિ બધા વિશેષણોથી યુક્ત છે. ત્યાં મહેન્દ્ર દેવ મહર્ધિક, મહાઘતિક, મહાયશસ્વી, મહાબલ, મહાનુભાગ તથા મહાસુખ સંપન્ન છે. તેમના વક્ષસ્થલહારથી શોભાયમાન રહે છે. તેમની ભુજાએ કટકો અને ત્રુટિતાથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ, કુંટલ અને અનુલેખનના ધારક હેય છે. હાથમાં અદ્દભુત આભૂષણ પહેરે છે. કલ્યાણકારી અને અત્યુત્તમ વસ્ત્રોનું પરિધાન કરે છે. કલ્યાણ કર તથા ઉત્તમ માલા અને અનુલેપન ધારણ કરે છે. દેદીપ્યમાન દેહવાળા હોય છે. લાંબી લટકતી વનમાળા પહેરે છે અને પિતાના દિવ્ય વર્ણ ગંધ આદિથી દશે દિશાઓને પ્રકાશમાન તથા પ્રભાસિત કરતા રહીને પિત પિતાના વિમાનાવાસનું અધિપતિત્વ આદિ કરવતા નાટક ગીત તથા વીણું આદિના ધ્વનિની સાથે દિવ્ય ભેગ ભેગવતા રહે છે.
મહેન્દ્ર કપમાં મહેન્દ્ર નામક દેવેન્દ્ર દેવરાજ નિવાસ કરે છે તે રજથી રહિત તથા સ્વચ્છ હેવાના કારણે આકાશના સમાન વસ્ત્રોના ધારક છે, ઈત્યાદિ સનકુમારેન્દ્રના બધા વિશેષણ અહિં પણ સમજી લેવાં જોઈએ અર્થાત તે મહર્ધિક, મહાદ્યુતિક, મહાશય, મહાબલ, મહાનુભાગ, તથા મહાન સુખથી સંપન્ન છે. તેમનું વક્ષસ્થળહારથી સુશોભિત રહે છે. તેમની ભુજાએ કટકે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૯૫