Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અભિરૂપ અને પ્રતિરૂપ છે. આ કહેલા સ્થાનમાં અર્ણ પણિક દેના સ્થાન નિરૂપણ કરાયેલાં છે. તે સ્થાને ઉપપાતની અપેક્ષાએ લેકના અસંખ્યાતમાં ભાગમાં, સમુઘાતની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાનની અપેક્ષાએ પણ લેકના અસંખ્યાતમા ભાગમાં છે. આ સ્થાનમાં ઘણુ બધા અણપણિકદેવ નિવાસ કરે છે તેઓ મહાન રૂદ્ધિના ધારક છે. અને પિશાચ દેના સમાન વિચરે છે. તેમનું વર્ણન પિશાચ દેવની સમાનજ સમજી લેવું જોઈએ. અર્થાત્ તેઓ મહાવૃતિ, મહાયશસ્વી, મહાબલવાન મહાનુભાગ, મહાન સુખથી સંપન્ન હારથી સુશેભિત વક્ષસ્થળ વાળા, કટકો અને ત્રુટિતેથી અકકડ ભુજાવાળા અંગદ, કુંડેલ અને કર્ણ પીઠના ધારક, હાથમાં વિચિત્ર આભૂષણ પહેરવાવાળા અદ્ભૂત માળાઓથી સુશોભિત મુગટવાળા, કલ્યાણકારી ઉત્તમ વસ્ત્ર પહેરવાવાળ કલ્યાણ કારી ઉત્તમ માલા અને અનુ. લેપનને ધારણ કરનારા દેદીપ્યમાન શરીરવાળા અને લાંબી વનમાળાઓના ધારક હોય છે. તેઓ પિતના દિવ્ય વર્ણ તેમજ દિવ્ય ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રભાસિત કરતા રહિને પિતાપિતાના અસંખ્યાત લાખ ભૌમેય નગરાવાનું અધિપતિત્વ, સ્વામિત્વ. અને અગ્રેસરત્વ આદિ કરતા થકા તથા તેમનું પાલન કરતા, નૃત્ય ગીત, કુલ વાર્દિકે દ્વારા વાદિત વીણ તલ તાલ ત્રટિત, મૃદંગ આદિ વાદ્યોના નિરન્તર થનારા ઇવનિની સાથે દિવ્ય ભોગપભેગ ભોગવતા થકા વિચરે છે અર્થાતું રહે છે.
હવે તેમના સન્નિહિત અને સામાન્ય નામક ઈદ્રોની પ્રરૂપણ કરવામાં આવે છે-આ અણપણિક દેવના સ્થાનમાં સન્નિહિત અને સામાન્ય એ નામના બે અણપણિ કેન્દ્ર અણપણિક રાજા છે. આ બન્ને ઈદ્ર મહદ્ધિક, મહાવ્રતિક મહાયશસ્વી, મહાબલ મહાનુભાગ અને સુખથી સંપન્ન છે. તેમનું વક્ષરથલ હારથી સુશોભિત રહે છે. વિગેરે પૂર્વોક્ત બધા ઈન્દ્રોને વિશેષણ અહીં પણ સમજી લેવાં જોઈએ. જેમ કાલ અને મહાકાલ દક્ષિણ અને ઉત્તર દિશાના પિશાચેન્દ્રોના વિષયમાં કહ્યું છે–એજ પ્રકારે સન્નિહિત અને સામાન્ય નામક ઈન્દ્રોના વિષયમાં પણ કહેવું જોઈએ.
વ્યન્તરના જાતિ ભેદેની સંચાહિકા ગાથા કહે છે-(૧) અપર્ણિક (૨) પશુપર્ણિક (૩) રૂષિવાદિત (૪) ભૂતવાદિત (૫) સ્કેન્દ્રિત (૬) મહાકન્દ્રિત (૭) ઈશ્વર કૃમાંડ અને પતંગ આ વ્યન્તરેના અવાન્તર ભેદો છે. ૪૩ તેના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૭ ૩