Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લિક કળશેના બનેલા તારણો થી સુશોભિત છે. ઠેડ ઊપર થી ઠેઠ નીચે સુધી લટકી રહેલી વિશાલ અને ગોળાકાર માળાઓના સમૂહથી શોભાયમાન હોય છે. ત્યાં પાંચ રંગના સરસ અને સુગંધિત પુષ્પના સમૂહ પથરાયેલા રહે છે. કૃષ્ણ અગરૂ ચન્દન, ચીડા, લેબાનની મહેકતી સુગંધથી સુગન્ધિત સુગન્ધ સમૂહ થી. ખૂબરમણીય જણાય છે. ઉત્તમ સુગંધથી સુગંધિત રહે છે. જાણે ગંધ દ્રવ્યની ગોટીયે ન હોય ! તેઓ અસરાઓના સમૂહ થી યુક્ત છે. દિવ્ય વાદ્યોના ધ્વનિથી ગુંજતા રહે છે. સર્વ રત્નમય છે. સ્વચ્છ છે. ચિકણા મૃદુલ છે. નીરજ નિર્મલ અને નિષ્પક છે. નિરાવરણ છાયાવાળા, પ્રભા યુક્ત, શ્રી સંપન્ન અને કિરણોથી યુક્ત છે. પ્રકાશમય છે. પ્રસન્નતા જનક છે, દર્શનીય છે, અભિરૂપ છે અને પ્રતિરૂપ અર્થાત્ અત્યન્ત સુંદર છે. આ ઉપર્યુક્ત સ્થળમાં દક્ષિણ દિશાના પર્યાય અને અપર્યાપ્ત નાગકુમાર દેના સ્વાસ્થાનનું નિરૂપણ કર્યું છે. આ સ્થાને ત્રણે અપેક્ષાથી અર્થાત્ સ્વસ્થાન ઉપપાત અને સમુદ્ર ઘાતની અપેક્ષાથી લેકના અસંખ્યાતમા ભાગમાં છે. આ ઉપર્યુક્ત સ્થાનમાં દક્ષિણાત્ય નાગકુમાર દેવ નિવાસ કરે છે.
આ નાગકુમારો અત્યન્ત સમૃદ્ધિમાન છે. યાવત્ વિચરે છે અહિં “યાવત’ શબ્દથી એટલું સમજવું જોઈએ કે તેઓ મહાન ઇતિમાન છે, મહાયશસ્વી, મહાન બલશાલી, મહાન અનુભાગવાળા અને મહાન સુખ સંપન્ન છે. તેમ નાવક્ષસ્થલ હારથી સુશોભિત હોય છે. તેમની ભુજાઓ કટકે અને ત્રુટિત નામના અભૂષણથી યુક્ત હોય છે. તેઓ અંગદ કુંડળ અને ગંડસ્થલ ને સ્પર્શ નારા કણપીઠ ને ધારણ કરનાર છે. હાથમાં અદ્દભૂત આભરણ ધારણ કરે છે, વિચિત્ર માલાથી સુશોભિત મુગટ પહેરે છે. કલ્યાણ કર ઉત્તમ વસ્ત્ર પહેરે છે; કલ્યાણકારી માલા તેમજ અનુલેખનના ધારક છે. તેમનાં શરીર દેદિપ્યમાન હોય છે. લાંબીવનમાળા ધારણ કરે છે, દિવ્ય વર્ણ તેમજ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત અને પ્રકાશિત કરતા રહે છે. તેઓ પિત પિતાના ભવનાવાસ આદિના આધિપત્ય, અગ્રસરત્વ સ્વામિત્વ, ભતૃત્વ, તથા મહત્તર કત્વ કરતા રહિને તથા પાલન કરતા રહીને નાટક. સંગીત, વીણા, તલ, તાલ, મૃદંગ આદિના કુશલ વાદકે દ્વારા વાદિત ધ્વનિના શ્રવણ સાથે દિવ્ય ભગોપ ભેગોને ભેગવતા રહે છે.
હવે દક્ષિણ દિશાના નાગકુમારેન્દ્ર ધરણનું વર્ણન કરે છે. ધરણ આ દક્ષિણાત્ય નાગકુમારના ઈન્દ્ર છે. તે નાગકુમારના રાજા છે. ધરણેન્દ્ર મહાન અદ્ધિના ધારક છે, મહાઘુતિ, મહાયશ, મહાબલ. મહાનુભાગ અને મહાસૌખ્ય છે. તેમનું વક્ષસ્થળ હારથી સુશોભિત રહે છે. ભુજાએ કટક તેમજ ત્રુટિત નામના આભૂષણથી સ્તબ્ધ રહે છે. અંગદ, કુંડલ, તથા ગંડસ્થલથી ઘસાતા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૪૫