Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને મુસંઢિ નામના શસ્ત્રોથી પરિવૃત્ત-ઘેરાયેલા છે. શત્રુઓ દ્વારા અયોધ્યા સામને ન કરાય તેવા છે. સદા યશીલ છે. રક્ષિત છે. અડતાલીસ કોઠા વાળા તથા અડતાલીસ વનમાલાઓથી સુશોભિત છે. ઉપદ્રવ રહિત છે મંગળમય તથા કિકર દેવોના દંડથી સુરક્ષિત છે. લીંપેલ થંપેલ રહેવાને કારણે અતીવ પ્રશસ્ત જણાય છે. તેઓમાં ગેરોચન તથા લાલ ચન્દનના થાપા લાગેલા હોય છે. જેમાં પાંચે આંગળીઓ પડેલી હોય છે. તેઓ ચન્દન ચર્ચિત કલશેથી વ્યાપ્ત છે અને તેમના પ્રતિદ્વાર દેશમાં માંગલિક ઘટના સુન્દર તારણ બનેલાં હોય છે. ત્યાં ઉપરથી નીચે સુધી લટકતી વિશાળ અને ગોળાકાર પુષ્પ માળાઓના સમૂહ સુશોભિત હોય છે. પંચવર્ણ વાળા પુષ્પ વિખરેલાં હોય છે. કૃષ્ણાગરૂ, ચિડા તથા લેબાનના ધૂપની સુગન્ધથી અતિશય રમણીય જણાય છે. તે ભવને શ્રેષ્ઠ સુગંધથી સુગંધિત, તેમજ ગંધ દ્રવ્યની ગોટીના સમાન પ્રતીત થાય છે. અપ્સરાઓના સમૂહથી વ્યાપ્ત રહે છે. દિવ્ય વાવોના શબ્દથી ગુંજતા રહે છે. તેઓ સર્વ રત્નમય છે. સ્વચ્છ છે. ચિકણા છે, સુકોમળ છે, વૃષ્ટ અને મૃષ્ટ છે, નીરજ, નિર્મળ, અને નિષ્પક છે, આવરણ રહિત કાન્તિવાળા, પ્રભાસંપન્ન, શ્રીસંપન્ન. કિરણોથી યુક્ત, ઉતવાન, પ્રસન્નતાજનક, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ છે.
આ ઉપર્યુક્ત સ્થળમાં પર્યાપ્ત તથા અપર્યાપ્ત નાગકુમાર દેવેના સ્થાન કહેલા છે–તેઓ સ્વસ્થાન, ઉપપાત અને સમુદ્દઘાતની અપેક્ષાથી લેકના અસંખ્યાતમ ભાગમાં છે. આ સ્થાનમાં ઘણા બધા નાગકુમાર દેવ નિવાસ કરે છે. તે નાગકુમાર મહાન સમૃદ્ધિના ધારક છે તથા મહાન ઘતિથી યુક્ત છે તેમનું બાકીનું વર્ણન તેવી રીતથી સમજવું જોઈએ કે જેમ સામાન્ય ભવનવાસિયાંનું વર્ણન કરાયેલ છે. યાવત્ તેઓ મહાયશસ્વી, મહાબલશાલી, મહાસુખવાન, મહાન નસીબદાર હોય છે. તેમની છાતી હારથી સુશોભિત બનેલી હોય છે. તેમની ભુજાઓ કટકે તેમજ ત્રુટિત નામના આભૂષણથી સ્તબ્ધ રહે છે. તેઓ અંગદ કુંડળથી ગંડસ્થળને ઘસતા કર્ણ પીઠ ને ધારણ કરે છે હાથમાં અદ્ભુત આભરણ ધારણ કરે છે. તેમના મસ્તક પર અદ્ભુત માળાઓથી સુશોભિત મુગટ હોય છે. તેઓ કલ્યાણકારક ઉત્તમ વસ્ત્રો પહેરે છે. તથા કલ્યાણકર માલાઓ તેમજ અનુલેપન ધારણ કરે છે. તેમના શરીર દેદીપ્યમાન હોય છે. લાંબી લટકતી વનમાલાના તેઓ ધારક છે. પિતાના દિવ્યવર્ણ તેમજ ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યતિત તથા પ્રકાશિત કરતા રહે છે. અને પિત પિતાના ભવનાવાસ આદિનું અધિપતિત્વ તથા અગ્રેસરત્વ કરે છે. તેમનું પાલન કરે છે. તેઓ નાટય, ગીત તથા વીણું તલ, તાલ, મદંગ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૪૩