Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અર્થા–વસ્ત્રોમાં ભેદ હોય છે. તે ભેદ નિમ્ન ગાથાઓથી સમજી લેવા જોઈએ પ્રથમ સામાન્ય રૂપથી અસુરકુમારાદિન ભવનની સંખ્યાનું પ્રતિપાદન કરનારી બે ગાથાઓ કહેલ છે –
અસુરકુમારના ભવનાવાસ ચોસઠ લાખ છે. નાગકુમારોના ચોરાસી લાખ સુવર્ણકુમારેના તેર લાખ છે અને વાયુકુમારના છ– લાખ ભવનાવાસે છે૧૩૦
દ્વિપકુમારે, દિશાકુમાર, ઉદધિકુમારે વિસ્કુમારો સ્વનિતકુમાર અને અગ્નિકુમારેના છોતેર ઇંતેર લાખ ભાવનાવાસ હોય છે. ૧૩૧ છે
દક્ષિણ દિશાના અસુરકુમાર આદિની ભવન સંખ્યા પ્રતિપાદન કરતી ગાથા કહે છે –
દક્ષિણ દિશામાં અસુરકુમારોના અડતાલીસ લાખ, નાગકુમારના ચાલીસ લાખ, સુવર્ણકુમારને અડતાલીસ લાખ તેમજ વાયુકુમારના પચાસ લાખ ભવન છે. દ્વીપકુમાર, ઉદધિકુમારે, વિધુતકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિ કુમારેમાંથી પ્રત્યેકના ચાલીસ ચાલીસ લાખ ભવનાવાસ છે કે ૧૩૨ છે
ઉત્તર દિશાના અસુરકુમાર આદિના ભવનોની સંખ્યા આ પ્રકારની છે ઉત્તર દિશાના અસુરકુમાર આદિના ભવનની સંખ્યા ત્રીસ લાખ, નાગકુમારના છત્રીસ લાખ, દ્વીપકુમારે, દિશાકુમાર, ઉદધિકુમારે, વિકુમારે, સ્વનિત કુમાર અને અગ્નિકુમારેના પ્રત્યેકના છત્રીસ છત્રીસ લાખ ભવન છે ! ૧૩૩
સામાનિક અને આત્મરક્ષક દેવેની સંખ્યા આ પ્રકારની છે–દક્ષિણદિશાના અસુરકુમારેન્દ્રના સામાનિક દેવના ચોસઠ હજાર ઉત્તર દિશાના અસુરેન્દ્રના સાઠ હજાર તેમના સિવાયના બાકીના ઉત્તર તેમજ દક્ષિણ દિશાના ઇન્દ્રોને છ-છ હજાર સામાનિક દેવ છે. આત્મરક્ષક દેવ સામાનિકેની અપેક્ષાએ કરી ચાર ચાર ગણા બધાને સમજી લેવા જોઈએ છે ૧૩૪ છે
દક્ષિણ અને ઉત્તર દિશાના અસુરકુમારદિના ઈન્દ્રોના નામ આ પ્રકારના છે–દક્ષિણ દિશાના અસુરકુમારના ઈન્દ્ર ચમર, નાગકુમારના ઈન્દ્ર ધરણ, સુવર્ણકુમારેના ઈન્દ્ર વરૂણ દેવ, વિધુતકુમારના હારિકાન્ત, અગ્નિકુમારના અગ્નિસિંહ (અગ્નિશિખ) દ્વીપકુમારના પૂર્ણ, ઉદધિકુમારના જલકાન્ત દિફકુમારે અમિત વાયુકુમારેના વેલમ્બ, સ્વનિતકુમારના ઘેષ ઇન્દ્ર છે. ઉત્તર દિશાના અસુરકુમારના અધિપતિ બલિ, નાગકુમારના ભૂતાનન્દ, સુવર્ણકુમારે ના વેણુદાલિ, વિઘુકુમારના હરિસ્સહ, અગ્નિકુમારના અગ્નિમાણવા તેમજ દ્વીપકુમારોના જલપ્રભ ઉદધિકુમારોના અમિતવાહન, વાયુકુમારના પ્રભંજન અને સ્વનિતકુમારના ઈન્દ્ર મહાઘેષ છે. ! ૧૩૫–૧૩૬ છે
હવે વોંનું કથન કરાય છે-બધા અસુરકુમાર વર્ણ કૃષ્ણ હોય છે. નાગકુમાર અને ઉદધિકુમારેના વર્ણ પાંડુર (શુકલ) હોય છે. સુવર્ણકુમાર દિકુમાર અને સ્વનિતકુમાર કટીના પત્થરે પડેલ સુવર્ણરેખાના સમાન (ગીર)
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૫૫