Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદિ કે જે કુશલ વાદકો દ્વારા વગાડાય છે તેમના મધુર ધ્વનિથી યુક્ત દિવ્ય ભેગે ભેગવે છે.
આ સ્થાનમાં ધરણ અને ભૂતાનન્દ નામના બે નાગકુમારને ઈન્દ્ર અગર નાગકુમારના રાજા છે દક્ષિણ અને ઉત્તર દિશાને આ ધરણેન્દ્ર અને ભૂતાનન્ટેન્દ્ર મહાન ત્રાદ્ધિના ધારક છે. તેમનું શેષ વર્ણન તેવું જ સમજવું જોઈએ કે જેવું સામાન્ય ભવનપતિ દેવનું કરાયેલું છે. યાવત્ તેઓ મહાન ઘુતિવાળા, મહાન યશવાળા; મહાનુભાગ અર્થાત્ શાપ તથા અનુગ્રહના સામર્થ્ય વાળા અને મહાન સુખી હોય છે. તેમના બધાં વિશેષણ તેજ સમજવાના છે કે જે ચમરેન્દ્ર અને બલીન્દ્રના કહેલાં છે. યાવત્ પિતાના વર્ણ, ગંધ આદિથી દશે દિશાઓને ઉદ્યોતિત તથા પ્રકાશિત કરતા થકા તેમજ દિવ્ય ભેગે પગ ભેગવતા રહે છે.
હવે દક્ષિણ દિશામાં રહેનારા પર્યાપ્ત તથા અપર્યાપ્ત નાગકુમારોના સ્થાન આદિની પ્રરૂપણું કરાય છે.
શ્રી ગૌતમસ્વામીએ પ્રશ્ન હે ભગવન્! દક્ષિણદિશાના પર્યાય અને અપર્યાપ્ત નાગકુમારદેવેના સ્થાન ક્યાં કહ્યાં છે ? એજ પ્રશ્નને પ્રકારાન્તરે ઉપસ્થિત કરાય છે હે ભગવન ! દક્ષિણ દિશાના નાગકુમારદેવ કયાં નિવાસ કરે છે?
શ્રી ભગવત્ ઉત્તર દે છે–હે ગૌતમ ! જમ્બુદ્વીપ નામના દ્વીપમાં, મેરૂ, પર્વતના દક્ષિણ ભાગમાં એક લાખ એંસી હજાર યોજન મટી આ રત્નપ્રભા પૃથ્વીના ઊપર તથા નીચેના એક એક હજાર જેનેને છોડીને વચલા એક લાખ અત્તેર હજાર જન પ્રદેશમાં દક્ષિણાત્ય નાગકુમાદેના ચુંમાં લીસ લાખ ભવનાવાસ છે, એવું મેં તથા અન્ય બધાજ તીર્થકરેએ કહ્યું છે. તે ભવનાવાસે બહારથી વૃત્તાકાર છે તેમજ ઘણા સુંદર છે. યાવત્ મધ્યમાં ચોરસ છે. નીચે કમળની કણિકાના આકારના છે. જેમનું અંતર સ્પષ્ટ જણાય છે એવી વિશાળ અને ગંભીર ખાઈએ તેમજ પરિખાએ થી યુક્ત છે. પ્રાકાર, અદ્દાલક, કપાટ, તોરણ અને પ્રતિદ્વાર થી યુક્ત છે. યંત્ર, શતનિ, મુશલે, તથા મુસુંઢી નામના શસ્ત્રો થી ઘેરાયેલ છે. શત્રુઓથી આક્રમણ કરી શકાય તેવાં નથી, સદા જયશીલ છે, સદૈવ સુરક્ષિત છે. અડતાલીસ કેઠા, અને અડતાલીસ વનમાળાઓ થી સુશોભિત છે. નિરુપદ્રવ, મંગલમય, અને ફિકર દેવોના દંડાઓથી રક્ષિત રહે છે. લિપ્યાં ઘૂમ્યાં હોવાને કારણે પ્રશસ્ત જણાય છે. ગેરેચન તથા સરસ લાલ ચન્દનના ત્યાં થાપા પાડેલા હોય છે. જેમાં પાંચે આંગળીને ચિહ્ન જણાય છે. તે ચન્દનકલશોથી યુક્ત તથા માંગ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૪૪