Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
મર્હિષીયાના ત્રણ પ્રકારની પરિષદોના, સાત અનીકેાના, સાત અનીકાધિપતિચેાના, ચાર ચાસઢ હજાર અર્થાત્ બે લાખ છપ્પન હજાર આત્મરક્ષક દેવાના તથા અન્ય બહુસંખ્યક દક્ષિણી દેવા અને દેવિએના અધિપતિત્વ, અગ્રેસરત્વ સ્વામિત્વ, ભર્તૃત્વ, મહત્તરકત્વ, સેનાપતિત્વ, કરતા તેમજ કરાવતા થકા તેમજ તેમનુ પાલન કરતા રહે છે. તે નાથ, ગીત તેમજ વીણા, તલ, તાલ, મૃત્તુંગ આદિ વાદ્યો સબન્ધી ભાગોને ભેગવતા રહે છે. હવે ઉત્તર દિશાના પર્યાપ્ત અને અપર્યાપ્ત અસુરકુમાર દેવાના સ્થાન આદિની પ્રરૂપણા કરવાને માટે કહે છે—ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો-હે ભગવન્ ! ઉત્તર દિશાના પર્યાપ્ત અને અપપ્ત અસુરકુમાર દેવાના સ્વસ્થાન પ્રદેશમાં છે ? તેનેજ ખીજા પ્રકારે કહે છે-હે ભગવન્ ! ઉત્તરદિશાના અસુરકુમાર દેવ કયા પ્રદેશમાં નિવાસ કરે છે ?
કયા
શ્રીભગવાન્ ઉત્તર આપે છે–હે ગૌતમ ! જમ્બુદ્રીપ નામક દ્વીપમાં, મેરૂપતના ઉત્તરમાં, એક લાખ એંસી હજાર યેાજન મેાટી આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યેાજન અને નીચેના એક હજાર ચાજન ભાગને ઇંડીને મધ્યના એક લાખ અડયે તેર હજાર ચાજન ભાગમાં, ઉત્તરદિશાના અસુરકુમાર દેવાના ત્રીસ લાખ ભવનાવાસ છે, એમ મેં તથા અન્ય તી કરાએ કહ્યુ છે.
ઉત્તર દિશાના અસુરકુમારાના આ ભવન બહારથી ગાળાકાર છે, અંદરથી ચારસ છે. ઇત્યાદિ વર્ણન જેવું દક્ષિણ દિશાના ભવનાવાસાનુ કર્યુ છે તેવુ જ આમનું પણુ સમજી લેવુ જોઇએ યાવત્ તે વધાજ દિવ્ય લાગે ને ભાગવતા થકા વિચરે છે.
હવે ઉત્તર દિશાના અલીન્દ્રની પ્રરૂપણા કરે છે-ઉત્તરદિશામાં અલી નામે વૈરાચનેન્દ્ર અથવા વેરાચન રાજા નિવાસ કરે છે. તે ખલીન્દ્ર રંગે કાળા છે અત્યન્ત નીલ દ્રવ્યના સમાન છે. યાવત્ નીલગોટી, પાડાના શિ’ગાડાં અને અળસીના કુલ સમાન વણુ વાળાં હોય છે. તેમના નેત્ર વિકસિત કમળના જેવાં હાય છે, નિળ કંઈક લાલ તથા તામ્રવર્ણના ઇત્યાદિ પૂર્વોક્ત બધાં વિશેષા સમજી લેવાં જોઈએ તે દિવ્ય દિવ્યગંધ આદિથી દસે દિશાઓને ઊદ્યોતિત તેમજ પ્રકાશિત કરતા રહે છે. તેઓ ત્રીસ લાખ ભવનાવાસાના સાઠ હજાર સામાનિક દેવાના, તેત્રીસ ત્રાયત્રિંશક દેવાના, ચાર લેાકપાલેાના, પાંચ સપરિવાર અગ્રમહિષીચેના ત્રણ પ્રકારની-આહ્ય, મધ્યમ અને અન્તરંગ પરિષદોના, સાત અનીકાના, સાત અનીકાધિપતિ દેવાના, ચાર સાઉ હજાર અર્થાત્ બે લાખ ચાલીસ હજાર આત્મરક્ષક દાવાના તથા ઘણા બધા અન્ય ઉત્તરીય અસુરકુમાર દાવા તેમજ દેવિયાના આધિપત્ય તેમજ અગ્રેસરપણું કરતા રહે છે।૧૯ા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨૩૯