Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અસુરકુમારના તે ભવન બહારથી ગેળ છે, અંદર થી ચોરસ છે અને નીચે પુષ્કર (કમળ) ની કણિકાના આકારના છે. કર્ણિકા ઉન્નત તેમજ સમાન ચિત્ર વિચિત્ર બીન્દુરૂપ સમજવી જોઈએ. તે ભવનોની ચારે બાજુએ ખાઈએ અને પરિખાઓ છે. તે એટલી ઊંડી છે કે તેમના મધ્ય ભાગનો પત્તો નથી લાગતે, તેમાં જે ઊપરથી પહોળી હોય અને નીચેથી સાંકડી હોય તે પરિખ કહેવાય છે અને જે ઊપર નીચે સમાન હોય તેને ખાત કહે છે. આજ પરિખા અને ખાઈમાં તફાવત છે પ્રત્યેક ભવનમાં પ્રાકાર, સાલ, અઠ્ઠાલક, કપાટ, તેરણ અને પ્રતિદ્વાર બનેલા છે. પ્રાકારના ઊપર ભૃત્ય વગને રહેવાને માટે બનેલા સ્થાન અટ્ટાલિક કહેવાય છે. કપાટ પ્રલિદારના સમજવાં જોઈએ. મોટા મોટા કારોની સમીપ નાના દ્વાર આવેલા હોય તે પ્રતિકાર કહેવાય છે.
અસુરકુમારોના ભવન યંત્ર, શતક્નીઓ, મુસલે તથા મુસંડી વાળાં હોય છે. તેમાં યંત્રે નાના પ્રકારના હોય છે. મહાયષ્ટિ અગર તેના નામે જાણીતા શાસ્ત્રને શતદની કહે છે. કે જેને એકવાર ચલાવવાથી સે પુરૂષને સંહાર થાય છે. મુસલ પ્રસિદ્ધ છે જેને સાંબેલું કહેવામાં આવે છે. મુસંડી પણ એક જાતનું શસ્ત્ર છે. આ બધા શસ્ત્રો થી તે ભવને સુસજ્જિત હોય છે, તેથી શત્રુઓ યુદ્ધ કરવામાં અસમર્થ બને છે. તેથી તેઓ સદૈવ જયશીત થાય છે. તેઓ સદા શસ્ત્રોથી તથા હૈદ્ધાએથી રક્ષિત રહે છે. આ ભવનોમાં અડતાલીસ કેઠા બનેલા હોય છે. અડતાલીસવનમાળાઓ બનેલી હોય છે. તેઓ શકત ઉપદ્રવ વગરના અને સદૈવ મંગલ થી યુક્ત હોય છે. કિંકરદેવના દંડાઓથી રક્ષિત હોય છે. શેશીષ (ગેj) ચન્દન તેમજ સરસલાલ ચન્દનના
ત્યાં થાપા દિધેલા હોય છે કે જેમાં પાંચે આંગળીઓ પડેલી હોય છે. તેઓમાં મંગલ ઘડાઓ મૂકેલા હોય છે. તેમના દરેક દ્વાર પ્રદેશમાં ચન્દન ચર્ચિત ઘડાના સુન્દર તેરણ બનેલા હોય છે. ત્યાં ભવનેની નીચેના ભાગમાં ફી તેમજ ઉપરના ભાગની છત સુધી લાંબી લાંબી ગોળાકાર પુષ્પ માળાઓ લટકી રહેલી હોય છે. તે પાંચ રંગના વિખરાયલા તાજા અને ખીલેલા. પુષ્પોની સુગન્ધથી ભરપુર અને ખુશબોદાર હોય છે. કાળું અગરુ ચન્દન, કુન્દરૂક અર્થાત્ ચિડા તથા લેબાનના મહેકતા સુગન્ધથી સુગન્ધિત. અને તેથી અતિશય રમણીય જણાતા હતા આમ ઉત્તમ સુગધથી સુગન્ધિત છે. તેથી એમ જણાય છે કે જાણે સુગન્ધ, દ્રવ્યની ગુટિકાઓ છે. તેઓ અસરગના સમૂહથી વ્યાપ્ત છે. ત્યાં દિવ્યવીણુ, વેણુ, મૃદંગ આદિ વાદ્યોના મનહર વનિ શ્રેતાઓના મનને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧
૨ ૩૦